અમરેલીમાં પત્નીએ જ પ્રેમીને કહ્યું હતું, મારા પતિને મારી નાખ તો એક લાખ રૂપિયા આપીશ

  • અમરેલીમાં પત્નીએ જ પ્રેમીને કહ્યું હતું, મારા પતિને મારી નાખ તો એક લાખ રૂપિયા આપીશ
    અમરેલીમાં પત્નીએ જ પ્રેમીને કહ્યું હતું, મારા પતિને મારી નાખ તો એક લાખ રૂપિયા આપીશ

અમરેલી:થોડા સમય પહેલા સાવરકુંડલાના ઠવી ગામમાં ભમોદ્રાથી જેસર જતા રસ્તે વેકરીયા નદીના પુલ નિચેથી નરશીભાઈ ભાટુભાઈ વાઘેલાની લાશ મળી હતી. જે તે સમયે પોલીસે અકસ્માતે મોત થયું હોવાનું નોંધ કરી હતી. દરમિયાન મૃતક નરશીભાઇ વાઘેલાના પુત્રએ કરેલી વાતચીતના આધારે ખરેખર તેમની હત્યા થઇ હોવાનો ભેદ ખુલ્યો છે. નરશીભાઇના પુત્રની હાજરીમાં જ તેની પત્ની નયનાએ પાલીતાણામાં રહેતા પ્રેમી પ્રતાપ વલ્લભ પરમાર, દિનેશ ખોડા પરમાર અને ઇમરાન મુસા લાખાણીને ગત તા. 20/11/18ના રોજ રાત્રીના સમયે ઘરમાં બોલાવી પતિની હત્યા કરાવી નાખી હતી. જેના માટે પત્નીએ એક લાખ રૂપિયા આપવાની વાત કરી હતી.