વસોયા કેશોદમાં ક્રિકેટ રમ્યા તો ધડુક રાદડિયાના બુલેટ પાછળ બેસી પ્રચાર કરવા નીકળ્યા

  • વસોયા કેશોદમાં ક્રિકેટ રમ્યા તો ધડુક રાદડિયાના બુલેટ પાછળ બેસી પ્રચાર કરવા નીકળ્યા
    વસોયા કેશોદમાં ક્રિકેટ રમ્યા તો ધડુક રાદડિયાના બુલેટ પાછળ બેસી પ્રચાર કરવા નીકળ્યા

રાજકોટ: પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ધડુક મંત્રી જયેશ રાદડિયાના બુલેટ પાછળ બેસી પોતાની મત વિસ્તારમાં પ્રચાર કરવા નીકળ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા કેશોદ તાલુકામાં પ્રચાર કરવા નીકળે તે પહેલા કેશોદમાં સાથી મિત્રો સાથે ક્રિકેટ રમ્યા હતા. બાદમાં તાલુકાના ગામડાઓમાં કાર્યકરો સાથે પ્રચાર માટે નીકળ્યા હતા. તેમજ લલિત વસોયાએ પ્રચાર સમયે જ લારી પર ગાંઠિયા ખાધા હતા.