IMF બેલઆઉટ પેકેજથી પાકિસ્તાનની ચીનનું ઋણ ચૂકવવાની તૈયારી, અમેરિકા વિરોધ કરશે

  • IMF બેલઆઉટ પેકેજથી પાકિસ્તાનની ચીનનું ઋણ ચૂકવવાની તૈયારી, અમેરિકા વિરોધ કરશે

અમેરિકાના ત્રણ પ્રભાવશાળી સાંસદોએ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશનને IMF (ઇન્ટરનેશન મોનિટરિંગ ફંડ)થી પાકિસ્તાનના મલ્ટિ-બિલિયન બેલઆઉટ પેકેજનો વિરોધ કરવાનો આગ્રહ કર્યો છે. સાંસદોની દલીલ છે કે, પાકિસ્તાન આ પેકેજનો ઉપયોગ ચીનનું દેવું ચૂકવવા કરી શકે છે. દ્વિપક્ષીય સમૂહના ત્રણ સાંસદ ટેડ યાહૂ, અમી બેરા અને જ્યોર્જ હોલ્ડિંગે નાણામંત્રી સ્ટીન મનુચિન અને વિદેશ મંત્રી માઇક પોમ્પિયોને એક પત્ર લખીને આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. 5 એપ્રિલના રોજ લખેલા પત્રમાં સાંસદોએ કહ્યું કે, ચાઇનીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટથી પ્રાપ્ત ઋણને પરત કરવા માટે પાકિસ્તાન સરકારના આઇએમએફ બેલઆઉટ પેકેજની માગણીને લઇને અમે ચિંતિત છીએ.