જૈનમ ગ્રૂપ દ્વારા વેશભૂષા સ્પર્ધાનું આયોજન

  • જૈનમ ગ્રૂપ દ્વારા વેશભૂષા સ્પર્ધાનું આયોજન

મહાવીર સ્વામી જન્મકલ્યાણક અંતર્ગત રાજકોટ,તા.9
પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના દિવસે જુદી જુદી વેશભૂષાના પાત્રો દ્વારા તેમના જેવા ગુણો વિકસાવવાનો પ્રયત્ન કરીએ.
શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત જૈનમ ગ્રૂપ દ્વારા વેશભૂષા સ્પર્ધાનું આયોજન તા. 17 એપ્રિલ ના રોજ સવારે 6:45 થી 7:45 દરમિયાન જિલ્લા પંચાયત ચોક ખાતે કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધા ચાર વિભાગમાં યોજાશે.10 વર્ષ ઉપરના ભાઇઓ અને બહેનો તેમજ 10 વર્ષ સુધીના ભાઇઓ અને બહેનો ભાગ લઇ શકશે. ભાગ લેનાર સ્પર્ધકો એ ફકત જૈન થીમ પર જ વેશભૂષા પહેરવાની રહેશે. તીથર્ંકર ભગવાન અને સાધુ-સાધ્વીજી બની શકાશે નહીં.સ્પર્ધકે તે પાત્ર વિશે જાણીને વેશભૂષા સ્પર્ધામાં ભાગ લેવો. સ્પર્ધામાં ભાગ લેનાર દરેકને ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવશે તેમજ વિજેતા થનાર 1 થી 3 સ્પર્ધકોને પણ ઇનામ આપવામાં આવશે. વધુ માહિતી માટે ઋષભ શેઠ 93748 39747 અને અમિષ દેસાઇ 9825628180 પર સંપર્ક કરી શકાશે.   ક્રમ નામ
1 શાલીભદ્ર
2 શ્રેણિક મહારાજા
3 ધન્ના અણગાર
4 અભયકુમાર-મંત્રીશ્ર્વર
5 જગડુશાહ
6 જંબુસ્વામી
7 વ્રજસ્વામી
8 સ્થૂલિભદ્ર
9 કુમારપાળ રાજા
10 ભરત રાજા
11 શ્રેયાંશ કુમાર
12 વસ્તુપાળ
13 તેજપાળ
14 પૂનિયા શ્રાવક 
15 ચંપા શ્રાવિકા 
16 સુલસા શ્રાવિકા 
17 રેવતી શ્રાવિકા
18 ચંદનબાલા શ્રાવિકા
19 મૃગાવતી શ્રાવિકા
20 અનસૂયા શ્રાવિકા
21 મરુદેવી, નાભિરાજા 
22 શિવાદેવી,સમુદ્રવિજય રાજા
23 વામાદેવી, અશ્ર્વસેન રાજા
24 ત્રિશલાદેવી, સિધ્ધાર્થ રાજા
25 સમપ્રતી મહારાજા
26 શ્રીપલ રાજા
27 મયણા સુંદરી