ગ્રેનેડ સાથે બસમાંથી કૂદી શહીદ થયેલા જવાને 20ના જીવ બચાવ્યા


બેંગલોર, તા.23
કર્ણાટકના બેગલાવીના રહેનારા એક જવાને અદમ્ય સાહસનું પ્રદર્શન કરતા પોતાનો જવ આપીને ર0 લોકોના જીવ બચાવ્યા હતા. ઉમેશ હેલાવારે બેલગાવીના ગોકકના રહેવાસી છે. ઈછઙઋમાં કાર્યરત ઉમેશ મણિપુરના ઇમ્ફાલમાં ડયૂટી પર તહેનાત હતા. તેઓ એક બસમાં મુસાફરી કરી રહ્યા હતા જ્યારે તેમણે એક ગ્રેનેડ પડેલો જોયો. ઉમેશે બહાદુરી બતાવતા બોમ્બ હાથમાં પકડયો અને બસમાંથી કુદી ગયા હતા. તેમના કુદતા જ બોમ્બ ફાટી ગયો અને તેઓ શહીદ થઇ ગયા હતા. તેમની બહાદુરીના કારણે બસમાં સવાર ર0 લોકોના જીવ બચી ગયા હતા. ઉમેશનો પાર્થિવ દેહ જલ્દી જ પૈતૃક ગામ ગોગક લવાશે.
ઉમેશના પિતા કર્ણાટક પરિવહનમાં બસ ડ્રાઇવર છે. પિતા ઉપરાંત તેમના પરિવારમાં માતા અને બે ભાઇ છે. ગોગકના મામલતદાર જીએસ મલાગીએ જણાવ્યું કે ઉમેશના અંતિમ સંસ્કાર સન્માન સાથે કરવામાં આવશે.
જો કે ગોગકના લોકોની માગણી છે કે ઉમેશના અંતિમ સંસ્કાર કોઇ સરકારી જમીન પર કરવામાં આવે અને સરકાર તેનું સ્ટેચ્યુ અથવા મેમોરીયલ બનાવડાવે. સૈંકડો પ્રદર્શનકારીઓએ આ માગણીને લઇને મામલતદાર કાર્યાલય પર પ્રદર્શન કર્યુ હતું. કેટલાક બદમાશોએ પથ્થરમારો પણ કર્યો હતો. જે બાદ પોલીસે લાઠીચાર્જ કરીને બે લોકોની ધરપકડ કરી હતી. મામલતદારે બાદમાં આશ્ર્વાસન આપ્યું કે તેમની માગણી માનવામાં આવશે ત્યારે જઇને લોકોનો આક્રોશ શાંત થયો હતો.