અકસ્માત મૃત્યુ કેસમાં મૃતકના વારસદારનું વળતર મંજૂર

  • અકસ્માત મૃત્યુ કેસમાં મૃતકના વારસદારનું વળતર મંજૂર

રાજકોટ તા,9
જીવલેણ અકસ્માત સર્જીને નાશી છુટેલા વાહન ચાલકની ઓળખ મળી ન હોવાથી મૃતકના પરીવારે વળતર મેળવવા આણંદ જિલ્લા કાનુની સેવાસતા મંડળમાં દાદ માગી હતી. આણંદ જિલ્લા કાનુની સેવાસતા મંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશે ગુજરાત વિકિટમ કોમ્પેન્સેશન સ્કીમ અંતર્ગત મૃતકના પરિવારને રૂા.2 લાખનું વળતર મંજુર કરી ચેક અર્પણ કર્યો હતો.
કેસની વિગત મુજબ વિરસંગભાઈ રણછોડભાઈ પરમાર (રહે.ગાડિયાપરુ-તારાપુર) તારાપુર દુધની ડેરીએ દૂધ ભરવા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાથી તેમનું મૃત્યુ થયું હતું. આ કેસમાં પોલીસે અજાણ્યા વાહન ચાલકની ઓળખ મેળવી નહીં શકતા મૃતકના પત્ની ભાનુબેન, પુત્ર વિનુભાઈ તથા પિતા રણછોડભાઈએ જિલ્લા કાનુની સેવાસતા મંડળ, જિલ્લા ન્યાયાલય આણંદમાં વળતર મેળવવા અરજી કરતા જિલ્લા કાનુની સેવાના ચેરમેન સરીનભાઈએ ગુજરાત વિકિટમ કોમ્પેન્સેશન સ્કીમ અંતર્ગત મૃતકના વારસદારોને રૂા.2 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો હતો. વળતરની રકમનો ચેક આણંદ જિલ્લા કાનુની સેવાસતા મંડળના સચિવ પાટડિયા દ્વારા મૃતકના પરિવારને ચેક અર્પણ કરાયો હતો. મૃતકના વારસદાર ભાનુબેન વતી તેમના વકીલ દુર્ગાબેન ત્રિવેદી અને ગોપાલભાઈ ત્રિવેદી રોકાયેલ હતા.