મનપાની વેરા વળતર યોજનાને જબરો પ્રતિસાદ દર ત્રણ મિનિટે એક મિલકતનો વેરો ભરાય છે

  • મનપાની વેરા વળતર યોજનાને જબરો પ્રતિસાદ દર ત્રણ મિનિટે એક મિલકતનો વેરો ભરાય છે

રાજકોટ તા.9
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આજથી વેરા વળતર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છેે. ગત રાત્રીના 12 વાગ્યાથી સોફટવેર કાર્યરત થઇ જતા રાત્રી દરમ્યાન 225 લોકોએ વેરો ભરપાઇ કર્યો હતો. જ્યારે બપોર સુધીમાં 3123 આસામીઓેએ વેરો ભરપાઇ કરતા દર ત્રણ મિનિટે એક મિલ્કતનો વેરો ભરપાઇ થઇ રહ્યાનું વેરા વિભાગે જણાવ્યું હતું.
મનપાના વેરા વિભાગ દ્વારા આજથી મિલ્કત વેરા વળતર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 
મનપાની 18 વોર્ડ ઓફીસ, પોસ્ટ ઓફીસ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક તેમજ ઓનલાઇન વેરો ભરપાઇ કરી શકાય છે. કુલ 46 સ્થળે વેરો ભરવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગતરાત્રીના 12 વાગ્યે સોફટવેર અપડેટ થઇ ગયા બાદ અમુક પ્રમાણીક કરદાતાઓએ ઓનલાઇન વેરો ભરવાનું રાત્રીના જ શરૂ કરી દીધું હતું. જે પ્રથમ એક કલાકમાં 1789 આસામીઓએ વળતર યોજનાનો લાભ લઇ વેરો ભરપાઇ કર્યો હતો. આજે બપોર સુધીમાં 3123 મિલ્કતધારકોએ વેરા વળતર યોજનાનો લાભ લઇ વેરો ભરપાઇ કરતા વેરા વિભાગને 1.21 કરોડની આવક થઇ હતી. જે સાંજ સુધીમાં 3 કરોડને પાર કરી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આમ આજે યોજના શરૂ થતા જ શહેરના પ્રમાણીક કરદાતાઓએ વળતરનો લાભ લેવા ધસારો કર્યો છે. જેમાં સૌથી વધુ ઓનલાઇન કરદાતાઓએ વધુ લાભ લીધો હોવાનું વેરા વિભાગે જણાવ્યું હતું.