વડાપ્રધાને ટોણો માર્યો: બેહિસાબ નાણાં મળ્યા, બોલો અસલી ચોર કોણ ગણાય?

  • વડાપ્રધાને ટોણો માર્યો: બેહિસાબ નાણાં મળ્યા, બોલો અસલી ચોર કોણ ગણાય?
  • વડાપ્રધાને ટોણો માર્યો: બેહિસાબ નાણાં મળ્યા, બોલો અસલી ચોર કોણ ગણાય?

નવી દિલ્હી તા.9
લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના લાતૂરથી કોંગ્રેસ પર ગરજ્યા હતાં. અહીં વડાપ્રધાને કોંગ્રેસના નેતાઓને ત્યાં તાજેતરમાં કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે કોંગ્રેસ અને પાકિસ્તાનને એક સરખા ગણાવીને બંનેની આકરી ટીકા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 
કહ્યું હતું કે, જે લોકો છેલ્લા 6 મહિનાથી કહી રહ્યાં છે કે, ચોકીદાર ચોર છે, પણ હવે નોટોના બંડલો તો એ દરબારીઓના ઘરમાંથી જ નિકળી રહ્યાં છે. અસલી ચોર જ કોંગ્રેસ છે અને એટલે જ તેમને ચોકીદારનો ડર સતાવી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું હતું કે, ગઈ કાલે જ્યારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહીએ હતી ત્યારે કોંગ્રેસના એક મોટા નેતા ત્યાં પહોંચી ગયા અને તેઓ અધિકારીઓને ધમકાવવા લાગ્યા, પરંતુ જ્યારે ફોટો પાડવાનું શરો થયું તો નેતાજી ત્યાંથી મોઢા પર રૂમાલ ઢાંકીને ખસકી ગયા.

ઠાકરે અને મોદીનું અહો રૂપમ, અહો ધ્વનિ
મહારાષ્ટ્રમાં તમામ જૂની વાતો ભૂલી લોકસભા ચૂંટણી માટે ગઠબંધન કરનાર ભાજપ અને શિવસેનાના સંબંધોમાં જૂના ઉષ્માભર્યા સંબંધો ફરીથી જોવા મળી રહ્યાં છે. 2014માં કેન્દ્રમાં એનડીએની સરકાર બન્યાના થોડાંક સમય બાદ જ બંને પક્ષોની વચ્ચે મતભેદના સમાચાર આવવા લાગ્યા હતા. શિવસેના મહારાષ્ટ્રમાં ભાજપની વિરૂદ્ધ સતત પ્રહારો કરી રહ્યા હતા. જો કે ભાજપના ચીફ અમિત શાહ, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (અનુસંધાન પાના નં.10) ચીફ ઉદ્ધવ ઠાકરેને મળ્યા અને પરસ્પરના મતભેદ દૂર કરીને એકસાથે આવવાની જાહેરાત કરી. લાતૂરમાં આ સંબંધ આજે એ સમયે વધુ મજબૂત દેખાયા જ્યારે પીએમ નરેન્દ્ર મોદી અને શિવસેના ચીફ ઉદ્ધવ એક બીજાનો હાથ પકડી 28 મહિના બાદ એક મંચ પર આવ્યા. આજની તસવીરે બંને પક્ષોની વચ્ચેની કડવાટને ભૂલાવી સંબંધોમાં મધુરતાને સામે લાવી દીધી છે. પીએમ મોદી અને ઉદ્ધવ માત્ર મંચ પર હાથ પકડીને સાથે આવ્યા નહીં પરંતુ પીએમ એ ઉદ્ધવના ખભા પર હાથ રાખીને વાતો કરી. આપને જણાવી દઇએ કે પહેલાં શિવસેના પીએમ મોદી પર પણ સતત પ્રહારો કરતાં હતા. ખુદ ભાજપ ચીફ અમિત શાહે કહ્યું હતું કે બંને પક્ષ મતભેદ ભૂલાવીને સાથે આવ્યા છે અને આ ગઠબંધન રાજ્યમાં 45 સીટો જીતશે.