સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો પર 130 ઉમેદવારો

  • સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો પર 130 ઉમેદવારો
    સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો પર 130 ઉમેદવારો

કુલ 32 જેટલા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ચિત્ર સ્પષ્ટ: સૌથી વધારે સુરેન્દ્રનગરમાં 31 ઉમેદવાર રાજકોટ તા.9
સૌરાષ્ટ્ર-કચ્છની આઠ લોકસભા બેઠકમાં ફોર્મ પરત ખેચવાના અંતિમ દિવસે 3ર અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ઉમેદવારોનું ચિત્ર કલીયર થયું છે. સૌથી વધુ સુરેન્દ્રનગર અને જામનગરમાં ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝપલાવતા આ બન્ને બેઠકોમાં સુરેન્દ્રનગરમાં ત્રણ ઇવીએમ અને જામનગરમાં બે ઇવીએમ મુકવાની નોબત આવી છે.
આઠ લોકસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહીત કુલ 160ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. દરમિયાન આજે ઉમેદવારી પરત ખેચવાના અંતિમ દિવસે 3ર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા આઠ બેઠક ઉપર 130 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
બપોરે ત્રણ વાગ્યે ઉમેદવારોનું ચિત્ર કલીયર થયા બાદ અપક્ષ ઉમેદવારોને પ્રતિકની પણ ફાળવણી કરી દેવામાં આવી હતી. મતદાન આડે હવે માત્ર 1પ દિવસ બાકી હોય રાજકીય પક્ષો વચ્ચે પ્રચાર યુઘ્ધ જામશે.
રાજકોટમાં આજે પાંચ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેચતા લોકસભા બેઠકમાં હવે 10 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ચુંટણી ચિત્ર સ્પષ્ટ થતા ઉમેદવારોને પ્રતિકની ફાળવણી કરી દેવામાં આવી હતી. રાજયમાં સૌથી વધુ ફોર્મ સુરેન્દ્રનગરમાં ભરવામાં આવ્યા હતા. આ બેઠક ઉપર રાજકીય પક્ષો 43 ઉમેદવારોમાંથી આજે 1ર અપક્ષોએ ફોર્મ પરત ખેચ્યા છે. છતાં પણ તંત્ર માટે બેઠક માથાના દુ:ખાવારુપ બની છે.
જામનગર લોકસભા બેઠકની સામાન્ય ચુંટણી માટે ર4 ઉમેદવારી પત્રોમાંથી આજે 6 ઉમેદવારી પત્રો પણ ખેંચાયા છે. આમ હવે ર8 ઉમેદવારો ચુંટણી મેદાનમાં હોવાનું ચિત્ર સ્પષ્ટ 
થયું છે.