જૈન વિઝન દ્વારા ‘21મી સદીમાં જૈન દર્શન’ પર કાર્યક્રમ યોજાશે

  • જૈન વિઝન દ્વારા ‘21મી સદીમાં જૈન દર્શન’ પર કાર્યક્રમ યોજાશે

રાજકોટ તા.9
ચરમ અને પરમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાંક મહોત્સવ અંતર્ગત સાંપ્રત સમયમાં પણ ભગવાન મહાવીરનું માંગદર્શન સકલ વિશ્ર્વને 
હિતકારી છે.
ચરમ અને પરમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ અંતર્ગત સૌરાષ્ટ્રની સુવિખ્યાત સંસ્થા જૈન વિઝન દ્વારા અનેક વિવધ કાર્યક્રમો જાહેર કરેલ છે તે પૈકી આવતી કાલે બુધવારે 21 મી સદીમાં જૈન દર્શન ઉપર ખ્યાતનામ વક્તાઓ કાજલ ઓઝા વૈધ, અંકિત ત્રિવેદી અને જલવંત છાયા પોતાની આગવી શૈલીમાં ઉધબોધન કરશે.આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને શ્રી જ્યોતીન્દ્રભાઈ મેહતા બીરાજમાન થશે. કાયેક્રમનું ઉદ્દઘાટન નાગરિક બેન્ક ચેરમન શ્રી નલિનભાઈ વસા કરશે. 
મુખ્ય મહેમાન તરીકે અપૂર્વભાઈ મણીયાર, ડો.મેહુલભાઈ રૂપાણી, ડો.હિરેનભાઈ કોઠારી, ડો.અમિતભાઇ હપાણી, ડો.પારસભાઈ શાહ, ઋષભભાઈ શેઠ, પારાશભાઈ ખારા,મિતુલભાઈ વસા સહિતના સામાજિક રાજકીય મહાનુભાવો તથા સંઘ પ્રમુખો ,જૈન આગેવાનો ઉપસ્થિત રહેશે.સમગ્ર મહોત્સવના પ્રોજકેટ ચેરમન જય ખારા અને જય કામદારે મહાવીર પ્રેમીઓને ઉમટી પડવા હાકલ કરી છે. આવતી કાલે હેમુ ગઢવી નાટયગ્રહ ખાતે રાત્રી ના 8:45 કલાકે યોજતા કાર્યક્રમના ફ્રી પાસ મેળવવા તેમજ વિશેષ માહિતી માટે 97272 11938, 98250 77481, 93288 44055 નંબરનો સંપર્ક કરવા વિનંતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનવા ટીમ જૈન વિઝન, લેડીસ - જેન્ટસ સહિત 200 થી પણ વધુ કમિટી મેમ્બર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે.