અમેરિકામાં મૂળ ગુજરાતી વૈજ્ઞાનિકને ગરબામાં એન્ટ્રી મુદ્દે કડવો અનુભવ

વડોદરા તા.15
મૂળ વડોદરાના હાલ અમેરિકામાં રહેતા જાણીતા યુવા વૈજ્ઞાનિકને ગરબા રમવા બાબતે જે કડવો અનુભવ અમેરિકામાં થયો તે તેમના માટે ખૂબ જ આઘાત જનક નિવડ્યો હોવાનું તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફત જણાવ્યું હતું. તેમજ્ઞે ટ્વિટ કરીને આરોપ મુક્યો કે ‘અમેરિકાના એટલાંટા ખાતે તેઓ અને તેમના કેટલાક ફ્રેન્ડ ગરબા રમવા ગયા હતા પરંતુ ગરબા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સે તેમની સરનેમ હિંદુ હોય તેવું નથી લાગી રહ્યું તેવું જણાવીને ગરબામાં એન્ટ્રી જ નહોતી આપી.’ 29 વર્ષના કરણ જાની 2016માં કરવામાં એલઆઇજીઓ પ્રયોગની ટીમમાં હતા જેમણે માનવ ઇતિહાસમાં પહેલીવાર ગુરૂત્વાકર્ષણના તરંગોદને શોધી કાઢ્યા હતા. હવે તેમણે એટલાંટામાં આવેલ શ્રી શક્તિ મંદિર સામે ટવિટર અને ફેસબુક પર આરોપ મુક્યા છે કે, અમે પાછલા 6-6 વર્ષથી અહીં ગરબા રમતા હતા. ક્યારેય અહીં કોઇ પ્રોબ્લેમ આવ્યો નથી પરંતુ આ વખતે સરનેમ હિંદુ ન હોવાનું જણાવીને અમને બહાર ધક્કો મારી દેવામાં આવ્યો છે.