UNમાં ભારતનો ઐતિહાસિક વિજય

  • UNમાં ભારતનો ઐતિહાસિક વિજય
    UNમાં ભારતનો ઐતિહાસિક વિજય

નવીદિલ્હી તા,13
સંયુક્ત રાષ્ટ્રોની ટોચની માનવાધિકાર સંસ્થામાં શુક્રવારે ભારતને 3 વર્ષ માટે સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યું છે. ભારતને સૌથી વધારે 188 મતો મળ્યા છે. ભારતનો સમયગાળો 3 વર્ષનો રહે છે. સંયુક્ત રાષ્ટ્રની 193 સભ્યોવાળી મહાસભાએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે નવા સભ્યો માટે ચૂંટણી કરી હતી. ગુપ્ત મતદાન દ્વારા કુલ 18 નવા સભ્યો ચૂંટાયા છે.પરિષદના સભ્યોએ ગુપ્ત મતદાન કર્યું અને ભારતને સૌથી વધારે મત આપીને પસંદગી કરી છે. વધુમાં જણાવવાનું કે પરિષદમાં પસંદગી માટે કોઈ પણ દેશને ઓછામાં ઓછા 97 મતની જરૂર હોય છે. ભારતનો કાર્યકાળ 1, જાન્યુઆરી 2019 થી શરૂ થશે. એશિયા- પ્રશાંત ક્ષેત્રમાં માનવાધિકાર પરિષદમાં કુલ 5 સીટો છે જેના માટે ભારત ઉપરાંત બહેરીન, બાંગ્લાદેશ, ફીજી અને ફિલીપીને નામાંકન ભર્યું હતું. પાંચ સીટો માટે પાંચ જ દાવેદારો હોવાથી બધાને બિન-હરીફ ચૂંટણી લગભગ નક્કી જ હતી.ચૂંટણી પહેલા સંયુક્ત રાષ્ટ્રના ભારતના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદીને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે બહેરીન, બાંગ્લાદેશ, ફીજી, ભારત અને ફિલીપીને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં એશિયા-પ્રશાંત ક્ષેત્રની પાંચ સીટો માટે દાવેદારી નોંધાવી છે. ભારતની જીત પર સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી રાજદૂત સૈયદ અકબરુદ્દીનએ ટ્વીટ કરી કે, મતદાનનું પરિણામ રસપ્રદ રહ્યું. સમર્થન આપવા બદલ યુએનના બધા મિત્રોને આભાર, ભારત સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં સૌથી વધુ મત મેળવીને વિજય પ્રાપ્ત કર્યો છે.
સૈયદ અકબરુદ્દીને કહ્યું, આ પુરાવો આપે છે કે દુનિયામાં ભારત માટે મોટું સન્માન છે. 18 ઉમેદવારો સામે આપણને સૌથી વધુ મત મળ્યા છે. અમે સંયુક્ત રાષ્ટ્રોમાં સમર્થન આપવા બદલ બધા મિત્રોને આભારી છીએ. દુનિયામાં માનવ અધિકારોના રક્ષણ માટે સંતુલિત રીતે કામ કરીશું.