આઇટીની તપાસનો રેલો અહેમદ પટેલ સુધી!

  • આઇટીની તપાસનો રેલો અહેમદ પટેલ સુધી!

નવી દિલ્હી તા.9
કોંગ્રેસ નેતાઓના ઘરે સોમવારના રોજ પડેલા દરોડા બાદ કોંગ્રેસના વધુ એક મોટા નેતા વિવાદમાં ઘેરાયા. ઇન્કમટેક્સ વિભાગનું કહેવું છે કે કોંગ્રેસની પાસે હવાલાના 20 કરોડની રકમ આવી છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની રેડમાં મુખ્ય આરોપી એસએમ મોઇનની વરિષ્ઠ કોંગ્રેસી નેતા એહમદ પટેલની સાથે એક તસવીર સામે આવી રહી છે. ત્યારબાદ ઇન્કમ ટેક્સ વિભાગ તેમના પર નજર રાખી રહ્યાં છે.
ઇન્કમ ટેક્સ વિભાગના મતે એસએમ મોઇને શનિવારના રોજ
કોંગ્રેસ ઓફિસમાં હવાલાના 20 કરોડ રૂપિયા પહોંચાડ્યા હતા. આ તસવીરમાં એહમદ પટેલ મોઇનની સાથે બેઠેલા દેખાઇ રહ્યા છે. એહમદ પટેલ અને મોઇન સાથેની એક તસવીર વાયરલ થઇ રહી છે, પરંતુ આ તસવીરની હજુ સુધી પુષ્ટિ થઇ નથી.
ઇન્કમ ટેક્સ વિભાગના સૂત્રોના મતે વિશ્વસનીય સૂત્રોનો દાવો છે કે મોટી સંખ્યામાં પૈસા એકત્ર કરાયા. દિલ્હી સ્થિત ડાયરેકટોરેટ ઓફ ઇનકમ ટેક્સ (ઇન્વેસ્ટિગેશન)ની કાર્યવાહીમાં નેશનલ કેપિટલ રીઝન (એનસીઆર), ભોપાલ, ઇન્દોર અને ગોવામાં રેડ પાડી. આ કેસમાં 300થી વધુ ઇન્કમ ટેક્સ અધિકારીઓએ સર્ચ ઓપરેશનમાં ભાગ લીધો. ચાર રાજ્યના 52 ઠેકાણા પર દરોડા પાડ્યા. મધ્યપ્રદેશમાં આઇટી વિભાગે અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યા. આ દરમ્યાન ઇન્કમ ટેક્સ વિભાગે 281 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી. દરોડામાં બિઝનેસ, રાજનીતિ, અને પબ્લિક સર્વિસીસ સાથે જોડાયેલા કેટલાંય લોકોના નામ સામે આવ્યા છે.   અહેમદ પટેલની તસવીર વાઇરલ
આઇટી વિભાગનું કહેવું છે કે કેટલીક કેશ દિલ્હીની એક મોટી રાજકીય પાર્ટીના હેડક્વાર્ટર સુધી પહોંચાડાઇ. આ રકમમા 20 કરોડ રૂપિયા હવાલા દ્વારા એકત્ર કરાયા હતા. તુગલક રોડની પાસે આવેલા એક રાજકીય પાર્ટીના નેતાના ઘરેથી દિલ્હી સ્થિત હેડક્વાર્ટર પર આ રકમને પહોંચાડાઇ. એહમદ પટેલ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે મોઇન કોંગ્રેસ ઓફિસમાં મુખ્ય એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. જ્યારે તેઓ સોમવારે ઓફિસે આવ્યા નહીં તો વરિષ્ઠ કોંગ્રેસી નેતા એહમદ પટેલ તેને મળવા તેના ઘરે ગયા હતા. તપાસ એજન્સીનું કહેવું છે કે હવાલાથી રૂપિયા એકત્ર કરી પૈસાને ખૂબ જ સાવધાની સાથે ચૂકવ્યા છે. તેનો ઉલ્લેખ ડાયરી, કોમ્પ્યુટર ફાઇલો, અને એક્સલ શીટ દ્વારા કરાયો હતો તેને સીઝ્ડ કરી દેવાયા. (અનુસંધાન પાના નં.8) આ દસ્તાવેજોમાં કેશનો પણ ઉલ્લેખ કરાયો છે. દરોડા દરમ્યાન હિસાબ-કિતાબ વગરના 14.6 કરોડ રોકડ મળી છે. સાથો સાથ 252 દારૂની બોટલ પણ જપ્ત કરાઇ. દરોડમાં કેટલાંક હથિયાર અને વાઘની છાલ પણ જપ્ત કરાઇ હતી.