J&Kમાં 400થી વધુ નેતાને ફરી સુરક્ષા મળી

  • J&Kમાં 400થી વધુ નેતાને ફરી સુરક્ષા મળી


જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં ભારે વિવાદ બાદ 400 જેટલા નેતાઓને ફરી-વાર સુરક્ષા પુરી પાડવામાં આવી છે. આ પ્રકારનો નિર્ણય રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિકે લીધો છે. પુલવામા હુમલા બાદ રાજ્યના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે રાજ્યમાં 900 જેટલા લોકોની સુરક્ષા હટાવવાના આદેશ આપ્યા હતા. જે અંગે સત્યપાલ મલિકે નારાજગી વ્યક્ત કરી હતી.
આ મામલે જમ્મુ કાશ્મીરની રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી. જેમની સુરક્ષા હટાવી લેવામાં આવી છે
તેવા નેતાઓને પોતાની જાન પર ખતરો હોવાની આશંકા છે. જેથી તેઓ સુરક્ષાની સતત માગ કરી રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, જમ્મુ કાશ્મીરમા છેલ્લા એક વર્ષથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યુ છે. જમ્મુ કાશ્મીરમાં 11 એપ્રિલથી 6 મે સુધી પાંચ તબક્કામાં મતદાન થવાનું છે.