આતંકી માટે અલીગઢ મુસ્લિમ યુનિ.માં શોકસભા યોજનારા 3 છાત્રો સસ્પેન્ડ

અલીગઢ,તા. ૧૩
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા ત્રાસવાદૃી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીનના ટોપ કમાન્ડર મન્નાન બશીર વાનીના જનાજાની નમાજ અદૃા કરવાના પ્રયાસમાં ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓન્ો સસ્પ્ોન્ડ કરી દૃીધા છે.
મન્નાન વાની એએમયુમાં રિસર્ચ સ્કોલર તરીકે હતો અન્ો વચ્ચેના ગાળામાં જ અભ્યાસ છોડીન્ો હિઝબુલ સંગઠનમાં જોડાઇ ગયો હતો. સુરક્ષા દૃળોએ મોટી કાર્યવાહી કરીન્ો બુધવારના દિૃવસ્ો ત્ોન્ો ઠાર કરી દૃીધો હતો.
મન્નાન ઠાર થયાના અહેવાલ આવ્યા બાદૃ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેન્ોડી હોલમાં આશરે ૧૫ વિદ્યાર્થીઓ અકત્રિત થયા હતા. આ વિદ્યાર્થીઓએ નમાજ અદૃા કરવાની શરૂઆત કરી હતી. ત્રણેય વિદ્યાર્થીઓએ શિસ્ત-નિયમોનો
ભંગ કરીન્ો ગ્ોરકાયદૃે રીત્ો સભા બોલાવી હતી. મન્નાન હિઝબુલ મુઝાહિદ્દીનનો સ્થાનિક કમાન્ડર તરીકે હતો. ત્ોન્ો કુપવારામાં કમાન્ડર તરીકેની જવાબદૃારી સોંપવામાં આવી હતી.
બીજી બાજુ ફેસબુક ઉપર રાયફલની સાથે મન્નાનનો
એક ફોટો વાયરલ થતાં ત્ોન્ો યુનિવર્સિટીમાંથી કાઢી મુકાયો હતો. ત્ો પાંચમી જાન્યુઆરીના દિૃવસ્ો જ હિઝબુલમાં સામેલ થઇ ગયો હતો. મન્નાન છેલ્લા પાંચ વર્ષથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહૃાો હતો.