આજે ચૈન્નઈ સામે કોલકત્તાની થશે ટક્કર

  • આજે ચૈન્નઈ સામે  કોલકત્તાની થશે ટક્કર
    આજે ચૈન્નઈ સામે કોલકત્તાની થશે ટક્કર

ચેન્નઈ: ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સી. એસ. કે.)ની ટીમ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં મંગળવારે અહીં કોલકાતા નાઈટ રાઈડર્સ (કે. કે. આર,) સામે રમાનારી મેચમાં ફટકાબાજ બેટ્સમેન આન્દ્રે રસેલને કાબૂમાં રાખવાનો પૂરો પ્રયત્ન કરશે.સારા સ્પિન બોલરો ધરાવતી બંને ટીમ વચ્ચેના આ મુકાબલામાં રસેલના દરજ્જાનો બેટધર હાર-જીતમાં મોટો તફાવત પાડી શકે છે.
મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ અને દિનેશ કાર્તિકની આગેવાનીમાં કોલકાતા મળી, બંને ટીમે સ્પર્ધામાં અત્યાર સુધીમાં ચાર-ચાર વિજય મેળવ્યા છે અને બધી મેચમાં સારો પ્રભાવ પાડ્યો છે તથા પોઈન્ટ-કોષ્ટકમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવાને બંને પક્ષ વિજય મેળવવા મરણિયો પ્રયાસ કરશે.બંને ટીમની છેલ્લી મેચમાં ચેન્નઈની ટીમે અહીં શનિવારે કિંગ્સ ઈલેવન પંજાબને સહેલાઈથી પરાજય આપ્યો હતો અને કોલકાતાની ટીમે રવિવારે રાતે રાજસ્થાન રોયલ્સ સામે વિજય મેળવ્યો હતો.
બંને ટીમ પાસે સ્પિન બોલિંગની સારી તાકાત હોવાથી તેઓનો સામનો કરવા બેટ્સમેનો પર આધાર હશે જેઓને અહીંના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ મદદગાર બની શકે છે.