દિલ્હીમાં ધોળા દા’ડે જજ પરિવાર પર ગોળીબાર

  • દિલ્હીમાં ધોળા દા’ડે જજ પરિવાર પર ગોળીબાર
    દિલ્હીમાં ધોળા દા’ડે જજ પરિવાર પર ગોળીબાર

નવીદિલ્હી, તા.13
ગુરુગ્રામ સેક્ટર-51ના બજારમાં શનિવારે હુમલાવરે એક જજની પત્ની અને પુત્રને ગોળી મારી દીધી છે. બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હજુ સુધી ગાળી મારવાના કારણે વિશે ખબર પડી નથી.પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
જાણકારી પ્રમાણે ગુરુગ્રામ સેક્ટર-51માં હુમલાવરે બજારમાં ફરી રહેલા જજના પુત્ર અને પત્નીને ગોળી મારી દીધી હતી. ગોળી માર્યા પછી આરોપી હથિયાર લહેરાવતા ત્યાંથી ભાગી નિકળ્યો હતો.
ઘટનાની જાણકારી મળતા સ્થળે પહોંચેલ પોલીસે ઈજાગ્રસ્ત જજની પત્ની અને પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં બંનેની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. પોલીસે આ મામલે ગનમેનની ધરપકડ કરી લીધી છે.