ફલોરિડામાં જાણે મધર ઓફ ઓલ બોમ્બ ફાટયો: વાવાઝોડાની તબાહી

  • ફલોરિડામાં જાણે મધર ઓફ ઓલ બોમ્બ ફાટયો: વાવાઝોડાની તબાહી
    ફલોરિડામાં જાણે મધર ઓફ ઓલ બોમ્બ ફાટયો: વાવાઝોડાની તબાહી

ફ્લોરિડા, તા.13
હરિકેન માઇકલ શુક્રવારે અમેરિકાના ફ્લોરિડા વીચ સાથે ટકરાયું હતું. હરિકેને ફ્લોરિડા દરિયાકાંઠે જે પ્રકારની તબાહી મચાવી, તેનાથી લાગે છે કે અહીં ઘણો મોટો બોમ્બ (મધર ઓફ ઓલ બોમ્બ) ફાટ્યો હોય. હરિકેનથી ખેતરો, ઘરો, દુકાનો ઉજ્જડ થઈ ગઈ હતી. હરિકેન માઇકલથી મરનારાઓની સંખ્યા 17 પહોંચી ગઈ છે. અમેરિકન મીડિયા મુજબ, મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. બુધવારે હરિકેન મેક્સિકો બીચ સાથે ટકરાયું હતું.
ફ્લોરિડાના સેનેટર માર્કો રૂબિયોએ જણાવ્યું કે મેક્સિકો બીચથી લોકોને રેસ્ક્યૂ કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જોકે, કેટલાક લોકો હજુ પણ રોકાઈને તોફાનનો સામનો કરવાનો નિર્ણય કર્યો છે.
તોફાનના કારણે ફ્લોરિડા, અલબામા, જ્યોર્જિયા, વજીર્નિયા અને નોર્થ-સાઉથ કૈરોલિનાના 10 લાખ ઘરોમાં વીજળી નથી. ફ્લોરિડામાં 4, વજીર્નિયામાં 5, નોર્થ કૈરોલિનામાં 3 અને જ્યોર્જિયામાં એક વ્યક્તિનું મોત થયું છે.
રાહત અને બચાવ કાર્ય માટે 5000 કર્મીઓની તહેનાત કરવામાં આવ્યા છે. પેંટાગોનના જણાવ્યા મુજબ, બચાવ કાર્યમાં 100 હેલિકોપ્ટર અને 1800 હાઈ-વોટર વ્હીકલ લગાવવામાં આવ્યા છે.