મોદી રચિત ગરબો: પ્રજ્ઞાચક્ષૂ બાળાઓનો નેત્ર દિપક-રાસ

અમદાવાદ, તા.13
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકારણ ઉપરાંત તેઓ લેખન, વાંચન અને સાહિત્યની કળા પણ નિપુણતા ધરાવે છે. એકવાર ફરીથી વડાપ્રધાન મોદીની કલા ક્ષેત્રની રચના જોવા મળી છે. જેમાં તેમણે એક ગરબો લખ્યો છે, અને તેના પર અમદાવાદની અંધ ક્ધયા પ્રકાશ ગૃહની વિદ્યાર્થીનીઓ ગરબે ઘૂમી રહી છે. વીડિયો ખુદ પીએમ મોદીએ ટ્વિટ કર્યો છે, અને તમામને નવરાત્રિની શુભેચ્છાઓ મોકલી છે.
વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આજે સવારે એક ટ્વિટ કર્યુ. તે સાથે જ તમામ સમાચાર માધ્યમોએ તેની નોંધ લીધી. ટ્વિટ હતુ નવરાત્રિની શુભેચ્છાની, જે મોદી દર વર્ષે તેઓ કરે જ છે. પરંતુ ટ્વિટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બન્યો છે સૌના આકર્ષણનું કેન્દ્ર. પીએમ મોદીએ બાળકીઓના ગરબાનો વીડિયો શેર કરીને ટ્વિટ કરતા લખ્યું કે, આ જોઈને હું અભિભૂત થયો છું. આ ગીતમાં આ બાળકીઓએ જીવ રેડી દીધો છે. તમામને નવરાત્રિની શુભકામનાઓ... આ ગરબો ઘૂમે એનો ગરબો છે. જે તેમણે વર્ષ 2012માં લખ્યો હતો. તે સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક લેખક અને કવિના રૂપમાં પણ પ્રખ્યાત છે.
વડાપ્રધાન પોતાના કામની વ્યસ્તતાની વચ્ચે પણ વાંચન અને લેખન માટે સમય કાઢી જ લે છે. તેમણે અનેક કાવ્યસંગ્રહ લખ્યા છે. આજ પુસ્તકો પૈકીના એક કાવ્યસંગ્રહમાંથી ગરબો પસંદ કરાયો છે.