મોદીના મંત્રીની જનક-લીલા !

નવીદિલ્હી, તા.13
કેન્દ્રીય વિજ્ઞાન અને તકનીકી મામલાના પ્રધાન તથા દિલ્હીની ચાંદની ચોક બેઠક પરથી ભાજપના સાંસદ ડો. હર્ષવર્ધન શુક્રવારે સાંજે લવકુશ રામલીલામાં રાજા જનકની ભૂમિકામાં જોવા મળ્યા હતા. રામલીલામાં ડો. હર્ષવર્ધન રાજા જનકનો કિરદાર નિભાવીને બેહદ ખુશ દેખાઈ રહ્યા હતા અને તેને તેમણે પોતાનું સૌભાગ્ય પણ ગણાવ્યું હતું.
તેમણે કહ્યુ છે કે ભગવાન શ્રીરામે આપણને ધર્મનું અનુસરણ કરીને જીવન જીવવાની પ્રેરણા આપી છે. મર્યાદા પુરુષોત્તમ તરીકે ભગવાન રામનું જીવન આપણને બધાંને ત્યાગ અને મર્યાદાનું પાલન કરવાનું શીખવે છે. રામલીલામાં રાજા જનકનો કિરદાર નિભાવીને ભારતની ગૌરવશાળી પરંપરા અને સંસ્કૃતિથી રૂબરૂ થવાનો મોકો મળ્યો છે.
ભગવાન રામ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતા ડો. હર્ષવર્ધને કહ્યુ છે કે ભગવાન શ્રીરામ આપણા બધાના રોમ-રોમમાં વસેલા છે.