ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદો: શકિતસિંહ

  • ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદો: શકિતસિંહ
    ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદો: શકિતસિંહ

અમદાવાદ, તા.9
સાબરકાંઠાના ઢુંઢર ગામે 14 મહિનાની બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ રાજ્યમાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. હાલ પરપ્રાંતીયો પર હુમલાના બનાવના પગલે રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસના બાગી નેતાઓ આ મુદ્દે આરોપ-પ્રતિઆરોપ લગાવી રહ્યા છે.
કોંગેસના બાગી નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસના લાગુ કરવાની માંગ કરી છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, હાલ ગુજરાતની છબી ખરાબ થઈ છે. સરકાર કામ નથી કરતી જેના કારણે રાજ્યમાં સંવૈધાનિક કાર્યવાહી થવી જરૂરી છે.
શક્તિસિંહ ગોહિલે અલ્પેશ ઠાકોરના બચાવમાં જણાવ્યું કે, ગુજરાતમાં પરપ્રાંતીયો પર ભાજપના નેતાઓ હુમલા કરાવી રહ્યાં છે અને અલ્પેશ ઠાકોરને તેનો બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. અલ્પેશ ઠાકોરે સીસીટીવી ફૂટેજ બતાવીને સાબિત કર્યું છે કે ભાજપના નેતાઓ પરપ્રાંતીય પર હુમલાઓ કરાવી રહ્યાં છે. દરેક ભારતીયને દરેક પ્રાંતમાં રહેવાનો અધિકાર છે. બિહારના લોકોનું ગુજરાત પર તેટલો જ અધિકાર છે જેટલો ગુજરાતનો અન્ય રાજ્યો પર છે.