#Me to કેમ્પેન: મોટી મોટી હસ્તીઓ બે-નકાબ

  • #Me to કેમ્પેન: મોટી  મોટી હસ્તીઓ બે-નકાબ

મુંબઇ તા.9
તનુશ્રી દક્ષાએ તાજેતરમાં અભિનેતા નાના પાટેકર સામે છેડતીના આરોપ મુકતા આ આરોપને તગલે કલાકારો, કસબીઓના છીનાળાની હવે લાઇન લાગવા માંડી છે. અને એક પછી એક ફિલ્મ તેમજ અન્ય ક્ષેત્રની હસ્તીઓની આબરૂના વસ્ત્રો ઉતરવા માંડ્યા છે.
આ મામલે હવે લેખિકા ફિલ્મકાર વિંટા નંદાએ ટીવી સિરિયલના ‘સંસ્કારી’ બાબુ આણેકનાથ સામે, પ્રિયા રમાની નામની મહિલાએ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ પત્રકાર તંત્રી એમ.જે.અકબર સામે ફિલ્મકાર વિકાસ બહલ સામે એક મહિલા કર્મીએ વેચ ચેનલ એઆઇબીના તન્મય ભટ્ટ અને ગુરૂ સિમરત સામે મહિલા કર્મચારીએ, અભિનેતા રજત કપુર સામે મહિલા પત્રકારે જાણીતા લેખક ચેતન ભગત સામે એક મહિલાએ અને જાણીતા ગાયક કૈલાસ ખેર સામે મહિલા ફોટો જર્નાલિસ્ટે જાતીય ઉત્પીડનનો આક્ષેપ લગાવ્યો હતો.
આમ જુદા જુદા યંત્રની જાણીતી હસ્તીઓ સામે જાતીય ઉત્પીડનની ફરીયાદોને પગલે મનોરંજન જગતમાં હાલ નવો વિવાદ ઉભો થયો છે. કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ આવા મી.ટું કેમ્પેનને બિરદાવી કહ્યું છે કે આવો ભોગ બનેલી મહિલા કયારેય પણ ફરિયાદ કરી શકે છે તેનો ઉપયોગ બદલાની કાર્યવાહી માટે ન થવો જોઇએ.