ઉમિયા રથ: ઉંઝાથી છેક અમેરિકા સુધી

  • ઉમિયા રથ: ઉંઝાથી છેક અમેરિકા સુધી
    ઉમિયા રથ: ઉંઝાથી છેક અમેરિકા સુધી

ઉંઝા તા,9
પાટીદાર સમાજને અનામત મળે તેના માટે ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી આંદોલને જોર પકડ્યું છે. એવામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્રારા નવરાત્રીના પ્રથમ દિવસે ઉંઝાધામથી રથ કાઢવામાં આવશે. ટ્રસ્ટી સી.કે.પટેલે જણાવ્યું કે પાટીદાર સમાજના અનેક લોકો ગામડાઓમાં રહે છે. તેવા લોકો માટે વૈષ્ણોદેવી નજીક 100 વિઘા જમીનમાં પાટીદાર સમાજનુ ધામ બની રહ્યું છે.
પછાત લોકોને એજ્યુકેશન તેમજ નોકરીઓ મળી રહે તેના માટે કેમ્પ્સનું નિર્માણ કરવાનું છે. ઊંઝાથી રથ કાંઢીને અમેરિકા સુધી પહોચાંડવામાં આવશે. પ્રોજેક્ટ માટે 1 હજાર કરોડ રૂપિયાની સમાજને જરૂર છે. તે રથના મારફતેથી લોકો પાસેથી માંગવામાં આવશે. જે પૈસાથી આવનારા સમયમાં ભવ્ય મંદિર તેમજ એક અનોખું કેમ્પસ અમદાવાદમાં સ્થાપવામાં આવશે. અને પછાત પાટીદાર પરિવારોને આગળ લવાશે.