જામનગર / બળદગાડા બાદ ઘોડા પર બેસી પુનમ માડમ પ્રચારમાં નીકળ્યા

જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પુનમ માડમ રવિવારે ખરેડી ગામમાં બળદગાડામાં બેસી પ્રચાર કર્યો હતો. આજે જોડિયા તાલુકાના આમરણ ગામમાં પહોંચ્યા હતા અને ઘોડા પર બેસી માથે સાફો બાંધી પ્રચાર કરવા નીકળ્યા હતા. સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. તેમજ તલવાર અને ઢાલ હાથમાં પકડી લડી લેવાના અંદાજમાં જોવા મળ્યા હતા.