સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના મેગા શો પર પાણી ઢોળ?

  • સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના મેગા શો પર પાણી ઢોળ?
    સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના મેગા શો પર પાણી ઢોળ?

અમદાવાદ, તા.9
હાલ પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 31 ઓક્ટોબર એટલે કે સરદાર જયંતિના રોજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં દેશભરમાંથી ખેડૂતો અને રાજકીય આગેવાનોને બોલાવી મેગા શો કરવાના પીએમ મોદીના વિઝન પર રૂપાણી સરકારે પાણી ફેરવ્યું છે.
છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના ઠાકોર અને પરપ્રાંતીયો વચ્ચે ઊભા થયેલા વૈમનસ્યને કારણે છેલ્લા ચાર દિવસથી હજારો પરપ્રાંતીયો ભયના ઓથાર હેઠળ ગુજરાત છોડી વતન પાછા ફરી રહ્યા છે. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. આ ગંભીર પરિસ્થિતિની સીધી અસર નરેન્દ્ર મોદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આનાવરણ કાર્યક્રમ પર પડે તેમ છે.જેથી ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટેલિફોન કરીને પરપ્રાંતીયો પરના હુમલા બંધ કરાવવા માટેની સ્પષ્ટ સૂચના આપી હતી. 31 ઓક્ટોબરના રોજ મેગા શો માટે મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીઓ બીજા રાજ્યના ટોચના રાજકીય નેતાઓ અને આગેવાનોને આમંત્રણ આપવા જવાના છે, ત્યારે ગુજરાતના આ આમંત્રણને બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ કે આગેવાનો સ્વીકાર છે કે કેમ? તે પણ સવા કરોડનો સવાલ છે. આમ ગુજરાતમાં હાલ પરપ્રાંતીયો પરના હુમલાને કારણે નરેન્દ્ર મોદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ડ્રીમ પ્રોજેક્ટના અનાવરણ પર પાણી ફેરવી નાખી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.