હુમલાની ઉશ્કેરણીમાં 10 ઠાકોરની ધરપકડ

અમદાવાદ, તા.9
રાજ્યભરમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલાને પગલે પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને અફવા ફેલાવનારાઓને વીણી વીણીને ઝડપી રહી છે. જેને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઠાકોર સેનાના પાલનપુરના મીડિયા
સેલ ઈન્ચાર્જ સહિત સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા વધુ 10 લોકોની ધરપકડ કરી છે.
આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનાની તપાસ દરમિયાન ઓપન સોર્સ ઈન્ટેલિજન્સની મદદથી ટેકનિકલ સર્વેલન્સના આધારે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવતા, કોમેન્ટ્સ, પોસ્ટ્સ તથા વીડિયો પોસ્ટ કરનારા અલગ-અલગ લોકોની 70-80 પ્રોફાઈલ શોધી તથા 35 જેટલી વીડિયો લિંક્સ મેળવીને ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું.
ત્યાર બાદ આરોપીઓને ઓળખી કાઢીને શોધખોળ શરૂ કરી હતી. જેને પગલે ગુજરાતના વિવિધ જિલ્લામાંથી ઓરોપીની ધરપકડ કરવામાં આવી હતી.