હાર્દિકે ફરી કર્યો જળ ત્યાગ

અમદાવાદ તા.6
પાટીદાર નેતા હાર્દિક પટેલા છેલ્લા 13 દીવસથી ઉપવાસ પર બેસેલો છે. સરકાર તરફથી કોઇ વાટાઘાટો ન થતા ગુરૂવારે સાંજે હાર્દિક ફરી જળ ત્યાગ કર્યો હોવાની જાહેરાત કરી છે. આ મુદ્દે ગઇ કાલે પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને વાટાઘાટો કરવા માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું.
પાસ કન્વિનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે, સરકાર હજુ સુધી કોઇ મુદ્દે વાત કરવા તૈયાર નથી. ભાજપના નેતાઓ નિવેદનો આપી રહ્યા છે. સૌરભ પટેલ કે જેઓ ઉર્જા મંત્રી છે તેઓ ખેડુતોના મુદ્દે વાત કરી રહ્યા છે. કૃષિમંત્રીએ સામે ખેડુતોના દેવા માફ કરવા જોઇએ.