પુત્રી બાદ હવે શાહીદ કપુર પુત્રનો પિતા બન્યા

  • પુત્રી બાદ હવે શાહીદ કપુર પુત્રનો પિતા બન્યા
    પુત્રી બાદ હવે શાહીદ કપુર પુત્રનો પિતા બન્યા

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરના ઘરે બીજા બાળકનો જન્મ થયો છે. બુધવારે સાંજે તેની પત્ની મીરાં રાજપૂતે પુત્રને જન્મ આપ્યો છે. બાળક અને મીરાં બંનેની તંદુરસ્ત હોવાનું કહેવાઈ રહ્યું છે. 
હાલમાં મીરાં મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ છે. મીરાંને મળવા માટે શાહિદ અને મીરાંના પરિવારના લોકો હોસ્પિટલ પહોંચી ગયા છે. 
હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ છે મીરાં ગઈકાલે શાહિદ કપૂર અને મીરાંને મુંબઈની એક પોપ્યુલર રેસ્ટોરાંમા જતા જોવામાં આવ્યા હતા. શાહિદ અત્યારે પેટર્નિટી લિવ પર છે અને ટૂંક સમયમાં પોતાની આગામી ફિલ્મના શૂટિંગ પર જશે. ફિલ્મનું શૂટિંગ ઑક્ટોબરમાં શરૂ થશે. અગાઉ શાહિદ-મીરાંના ઘરે 2016માં પુત્રીનો જન્મ થયો હતો. 
કપલે તેનું નામ પોતાના નામના પ્રથમ અક્ષરથી રાખ્યું હતું મીશા.