બીગ બોસની 1રમી સીઝન કેટરીનાને હોસ્ટ કરવી હતી

  • બીગ બોસની 1રમી સીઝન કેટરીનાને હોસ્ટ કરવી હતી
    બીગ બોસની 1રમી સીઝન કેટરીનાને હોસ્ટ કરવી હતી

સલમાન ખાને ‘બીગ બોસ’ની પાંચમી સીઝન સંજય દત્ત સાથે હોસ્ટ કરી હતી પરંતુ હવે તે આ શોને કોઇની પણ સાથે હોસ્ટ કરવા નથી માગતો. 
આ શોની બારમી સીઝનમાં ‘વિચિત્ર જોડી’ની થીમ રાખવામાં આવી છે. આથી શું તે પણ આ શોને જોડીમાં હોસ્ટ કરશે એ વિશે પુછતાં તેણે ના પાડી દીધી હતી. જો કે સલમાનને તેની એકસ-ગર્લફ્રેન્ડ અને ‘ભારત’ની કો-સ્ટાર કેટરીના કેફે આ શોને હોસ્ટ કરવા માટે સામેથી કહ્યું હતું. 
આ વિશે વધુ જણાવતાં સલમાને કહ્યું હતું કે કે ‘તેણે મને કહ્યું હતું કે આ વખતે ‘બીગ બોસ’માં જોડી છેને ? મેં જવાબમાં હા કહ્યું હતું તો તેણે મને આ શોને કો-સ્ટાર કરવાની ઓફર કરી હતી. તેણે મને કહ્યું હતું કે હું મારા અંદાજ મુજબ શોને હોસ્ટ કરીશ અને તે સ્ક્રીપ્ટ અનુસાર શોને હોસ્ટ કરશે. મેં તેને જ્યારે શો માટે પ્રાઇસ વિશે પુછયું હતું ત્યારે તેણે મને જેટલા મળે એટલા પૈસાની ડીમાન્ડ કરી હતી.