પુરાતન સંપદૃા ખતરામાં

જૂના સમયની કલાત્મક ચીજોની િંકમત સમજો તો અન્ોક ઘણી ગણાય. પુરાતત્વવિદૃો એવી નકશીદૃાર, કલાત્મક ચીજોન્ો મહત્વની ગણતા આવે છે અન્ો ત્ો વાત સાચી પણ છે. તમે જોઈ શકો છો કે જૂના કિલ્લાઓ, ત્ોના કાંગરાઓ, દૃરવાજા, દૃીવાલો, બારી-બારણાઓ અન્ો ઝરૂખાની અન્ોકગણી માંગ હોય છે. અન્ો એવી પુરાતનકાળની ચીજોની સાચવણી, જાળવણી અન્ો માવજતનું કામ કેવળ પ્રજાજનનું જ નથી હોતું ત્ો કામની તકેદૃારી રાખવાની સઘળી જવાબદૃારી મ્યુ.કોર્પોરેશન, નગર પાલિકાઓ, સરકારો વિગ્ોરેનું હોય છે. ત્ોમના ફાળે ઘણી મોટી જવાબદૃારીઓ હોય છે. જૂની નકશીદૃાર ચીજો, મૂર્તિઓ, ઘડાઓ, વાસણો, માટીના ઢીબ, વાટકા, કોઠીઓ, લોટા, બુઝારા, ઝુમ્મરો દૃીવાલની કમાનો, ટેબલો, ખુરસીઓ વિગ્ોરેની આગવી િંકમત હોય છે. ખોદૃકામ દૃરમ્યાન પુરાતન કામની કઈ ચીજો મળી આવે છે ત્યારે ત્ોની સંપ્ાૂર્ણ કાળજી સરકારે લેવાની હોય છે. ત્ો ચીજો ઉપરાંત દૃરવાજાઓની જાળવણી પણ સરકારે કરવાની હોય છે. અમદૃાવાદૃ નગર એક ઐતિહાસિક નગર છે અન્ો ત્ોની પ્ાૂર્ણ કાળજી લેવાની જવાબદૃારી પુરાતત્વ ખાતુ અન્ો ખુદૃ સરકારની હોય છે. જૂના જમાનાની ચીજો, બાદૃશાહ, રાજાઓ વખતના કિલ્લાઓ, મહેલો, ઝરૂખાઓ હોજ, રસ્તા, બ્ોઠકો, હીંચકા વગ્ોરેની જાળવણી માટે સરકાર હંમેશા િંચતા અન્ો િંચતન કરે છે. આવી ચીજોથી ભરેલા સંગ્રહાલયો જોવા માટે પણ પ્રજા વિશેષ ઉત્સુક હોય છે. જૂની ચીજોના સંગ્રહાલયો જોવા માટે પ્રવાસીઓ ધસી આવે છે. કંઈક આગવું અને નવું જોવા માટે જનતા સદૃૈવ તત્પર અન્ો ઉત્સુક રહે છે. આવી ચીજોના ફોટાઓ પણ લોકો જાળવી રાખે છે, આપણે ત્યાં દ્વારકામાં દૃરિયાના પ્ોટાળમાં જૂની સોનાની દ્વારિકા છે એવું કહેવાય છે. એટલે ત્ો દિૃશામાં ત્ોનું સંશોધન પણ ચાલી રહૃાું છે. મોહન જો દૃડો અન્ો હડપ્પા સામ્રાજ્યની જૂની ચીજો, પુરાતન વસવાટોના પુરાવાઓ, અંશો, વાસણ-કુસણ અન્ો કૂવા-વાવની અહીં બોલબાલા હોય છે. ત્ોવી ચીજોના લખાણો પણ સાચવવાની એક જૂની પુરાતન ફેશન અહીં પ્રચલિત છે.
અહીં આપણે હૈદૃરાબાદૃના નિઝામની વાત કરીએ. કહે છે હૈદ્રાબાદૃમાં નિઝામના સંગ્રહાલયમાંથી સોનાના ટિફિન અન્ો ઝવેરાત જડેલા ચાના કપની ચોરી થઈ ગઈ હતી અન્ો એ ઘટનાએ ભારતમાં પુરાતાત્વિક સંપદૃાઓની સુરક્ષાના મુદ્દાઓન્ો ફરી તાજા કરી દૃીધા છે. આવા મહત્વપ્ાૂર્ણ સંગ્રહાલય,જ્યાં સુરક્ષાની ખાસ વ્યવસ્થાઓ હોય છે આમ છતાં અપરાધીઓ ત્ોમાની જરૂરી ચીજો ઉપાડી જતા હોય છે. ભારતની ધરા પર પુરાતાત્ત્વિક વસ્તુઓ વિખેરાયેલી પડી છે અન્ો અપરાધીઓએ હમેશા એના પર હાથ સાફ કર્યો છે અને દૃાણચોરી દ્વારા ચીજોન્ો આંતરરાષ્ટ્રિય કાળા બજારમાં પહોંચાડી પણ છે. પુરાતાત્વિક વસ્તુઓનું દૃુનિયામાં ઘણું મોટું માર્કેટ હોય છે. જ્યાં કરોડોના સોદૃા થતા રહે છે. દૃર વર્ષે સ્ોંકડો ભારતીય કલાકૃતિઓ ચોરીન્ો આ બજારોમાં પહોંચાડાય છે. પરંતુ આપણે ભારતીયો એના પ્રત્યે ઉદૃાસીન જ બની રહીએ છીએ. આપણે ત્યાં પુરાતાત્વિક કલાના સંરક્ષણ પ્રત્યે એટલો લગાવ નથી દૃેખાતો જેટલો યુરોપ અથવા અન્ય પશ્ર્ચિમી દૃેશોના લોકોમાં જોવા મળે છે. વર્ષ ૨૦૧૧માં યુન્ોસ્કોએ અનુમાન લગાવ્યું હતું કે ૧૯૮૯ સુધી ભારતથી લગભગ ૫૦,૦૦૦ કલાકૃતિઓ ચોરી થઈ હતી. પછીના દૃશકાઓમાં સંખ્યા બ્ો ગણથી ત્રણ ગણી વધી ગઈ છે. પરંતુ આપણા દૃેશમાં એની કોઈ રાષ્ટ્રિય ગણતરી ક્યારેય થતી નથી. યુન્ોસ્કોનું કહેવાનું છે કે સાંસ્કૃતિક વિરાસતની દૃાણચોરી હવે દૃુનિયામાં ડ્રગ્સ અન્ો હથિયારોની દૃાણચોરી પછી ત્રીજો સૌથી મોટો અપરાધ બની ગયો છે. એવું જ ઇન્ટરપોલના મહાસચિવે તાજેતરમાં જ આ સમસ્યા પર વિચાર કરવા માટે બોલાવેલ બ્ોઠકમાં કહૃાું હતું. બ્ોઠકમાં એ પણ સામે આવ્યું હતું કે આતંકી સંગઠન આઈએસઆઈએસ પણ વિશ્ર્વ વિરાસતના સ્થાનોન્ો નિશાન બનાવી રહૃાા છે.જોકે છેલ્લા ઘણા સમયથી પોતાની પુરાતાત્વિક વિરાસતોન્ો બનાવવા પ્રત્યે આપણે અધિક સચેત થયા છીએ. પણ એના માટે તત્પરતા અન્ો કૌશલ્યની દૃરકાર થાય છે ત્ો નજરે પડતી નથી. આવા અપરાધોના અન્વેષણ માટે કોઈ વિશિષ્ટ તપાસ એજન્સી પણ નથી. નથી કોઈ રાષ્ટ્રીય ડેટાબ્ોઝ અન્ો નાતો અનુસંધાન પર નિરીક્ષણ રાખનારી કોઈ સંસ્થા. લગભગ એક દૃશક પહેલા સ્મારકો અન્ો પ્રાચીન વસ્તુઓ પર બન્ોલ રાષ્ટ્રીય મિશનની પરિયોજના પોતાના તાર્કિક મુકામ પર અત્યાર સુધી પહોંચી નથી શકી.
એ સાચું છે કે હવે આંતરરાષ્ટ્રીય લીલામી, બજારમાં ચોરીના પુરાતાત્વિક માલની કડકાઈ અન્ો ચોકસાઈથી ઓળખ થવા લાગી છે. અને એના મૂળ દૃેશન્ો પરત કરાઈ રહૃાા છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ભારતથી ચોરાયેલ મૂર્તિની ઓળખ થઈ હતી અન્ો ત્ો પરત કરાઈ હતી. દૃુનિયાનો કોઈ સાર્વજનિક અથવા ખાનગી સંગ્રહ ભાગ્યે જ એવો હશે જેમા ભારતીય પુરાતાત્વિક વસ્તુઓ ના હોય. પરંતુ આ ચીજોન્ો પરત લાવવા માટે સાક્ષીઓની જરૂર હોય છે જેનાથી એ પુરવાર થઈ શકે કે ત્ો આપના દૃેશની ચીજ છે જે ગ્ોરકાન્ાૂની રીત્ો ત્યાં પહોંચી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પુરાતાત્વિક વસ્તુઓની ઊંચી િંકમતો બોલાય છે એટલે અપરાધીઓની નજર ત્ોની ઉપર હોય છે. આપણે હવે જાગી જવું પડશે.