રૂપિયો ભલે ગગડે, ચિંતાનું કારણ નથી: જેટલીનું આશ્ર્વાસન

નવી દિલ્હી, તા.6
ભારતીય રૂપિયો વૈશ્ર્વિક બજારમાં પછડાઈને બુધવારે 71.75 પૈસા પર રહ્યો હતો. જો કે આ અંગે નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ માટે જરૂરી તમામ પગલાં ભરી રહી છે. જો કે રૂપિયામાં ડાઉન ફોલ ચાલું છે પણ આ માટે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. વૈશ્ર્વિક કારણોને લીધે આમ થયું છે. રૂપિયો ગગડીને વધું 17 પૈસા નીચે આવી ગયો હતો. બુધવારે આ મામલે અરુણ જેટલીએ નિવેદન આપતા કહ્યું હતું કે આરબીઆઇ આ મામલે શક્ય તેટલાં તમામ જરૂરી પગલાં ઉઠાવી રહી છે. મને નથી લાગતું કે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થ વ્યવસ્થા માટે આ કારણે કોઈ ચિંતાજનક સ્થિતિ પેદા થઈ છે. કે આ મામલે સેન્ટિમેન્ટ્સ બતાવવાની જરૂરિયાત છે. પત્રકારો સાથેની વાતચીતમાં અરુણ જેટલીએ વધુંમાં કહ્યું હતું કે આપણે મનમાં એ સહન કરવું પડશે કે ડોલર એ લગભગ તમામ ચલણમાં સૌથી મજબૂત થયો છે. ચાર-પાંચ વર્ષ પહેલાની જે સ્થિતિ હતી તેની સરખામણીમાં રૂપિયો કાંતો વધું સતત પણે મજબૂત થતો રહે છે કે પછી એક ચોક્કસ રેન્જમાં રહે છે. પણ નબળો થતો નથી. તે વખત કરતાં સારી સ્થિતિ છે. જો તમે ઘરેલું અર્થતંત્રની સ્થિતિ પર નજર નાંખશો અને વૈશ્ર્વિક સ્થિતિ વિશે નજર નાંખશો તો તમને જણાશે કે રૂપિયાના પછ઼ડાટ પાછળ ઘરેલું કારણો જવાબદાર નથી. પણ તમામ કારણો વૈશ્ર્વિક છે.
ભારતીય રૂપિયો છેલ્લા સળંગ સેશનથી બુધવારે પછડાઈ રહ્યો છે. તે ડોલરની સરખામણીમાં બુધવારે 71.75ની સપાટી પર રહ્યો હતો. જેને પરિણામે પેટ્રોલ અને ડિઝનની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ પરિબળોને પરિણામે મુદ્રા બજારમમાં નકારાત્મક સેન્ટિમેન્ટસ જોવા મળી રહ્યા છે.
એક દિવસિય ઉથલપાથલમાં રૂપિયાએ દિવસ દરમિયાન ડોલરની સરખામણીમાં 71.97 પૈસા જેટલો ગગ઼ડી ગયો હતો. જો કે પછી રિકવર થઈને 71.75ની સપાટી પર બંધ રહ્યો હતો.
રૂપિયો ગગડી જતાં આરબીઆઇએ દરમિયાન ગીરી કરી હતી. જેને પરિણામે રૂપિયો થોડો રિકવર થયો હતો.