જાપાનમાં 6.7નો ભૂકંપ

ટોકયો, તા. 6
ભારે વરસાદ, પૂર, વાવાઝોડું અને ભેખડ ઘસી પડવા જેવી કૂદરતી આપદાઓ સામે ઝઝૂમી રહેલા જાપાનને કૂદરતે આજે વધુ એક ફટકો માર્યો હતો; જેમાં 6.7 ની તિવ્રતાના ધરતીકંપથી ઉત્તરીય ટાપુ હોકૈડો હચમચી ગયો હતો. આજે ગુરૂવારે વહેલી સવારે અનુભવાયેલા જોરદાર ભૂકંપમાં બે વ્યકિત્ના મોત થયા હતાં. જયારે એકાદ ડઝન લોકોને ઈજા પણ થઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બીંદૂ હતુ તે પ્રાંતમાં વીસ જેટલા લોકો ગૂમ થઈ ગયાના વાવડ મળે છે.
ધરતીકંપને પગલે ભેખડ ઘસી પડવાની વધુ ઘટનાઓ પણ બની હતી અને તેમાં બાર જેટલા મકાનો દટાઈ ગયા હતાં. ઉપરાંત રોડ અને એર ટ્રાફીક ખોરવાઈ ગયો હતો. 30 લાખ મકાનોમાં વિજળી ગૂલ થઈ ગઈ હતી.