પૂર અને વરસાદના કહેરથી દેશના સાત રાજયો બેહાલ: કુલ 774 ના મૃત્યું

નવી દિૃલ્હી,તા. ૧૩
ભારે વરસાદૃ અન્ો પુરના કારણે વર્તમાન મોનસુન સીઝનમાં સાત રાજ્યોમાં ૭૭૪ લોકોના મોત થઇ ચુક્યા છે. કેરળ અને ઉત્તરપ્રદૃેશમાં સૌથી માઠી અસર થઇ છે. હજુ પણ ભારે વરસાદૃની આગાહી કરવામાં આવી છે જેથી રાહત મળે ત્ોવી શક્યતા ઓછી દૃેખાઈ રહી છે. હિમાચલ પ્રદૃેશ, તમિળનાડુમાં પણ હાલત કફોડી બન્ોલી છે. હિમાચલમાં અતિ ભારે વરસાદૃના કારણે વાદૃળો ફાટવાની ઘટના અને ભારે વરસાદૃથી મોટી સંખ્યામાંલોકોના મોત થયા છે. . ચેન્નાઈથી પ્રાપ્ત અહેવાલ મુજબ તમિળનાડુમાં પણ પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અહીં ૩૫૯ લોકોન્ો સુરક્ષિત સ્થળે ખસ્ોડવામાં આવ્યા છે. ૩૬ બાળકો સહિત ૨૭૬ લોકોન્ો નામાક્કલ જિલ્લામાંથી ખસ્ોડવામાં આવ્યા છે. કેટલાક રાજ્યો બ્ોહાલ થયેલા છે. કેન્દ્રિય ગ્ાૃહ મંત્રાલયના આંકડા મુજબ વર્તમાન મોનસુનની સિઝનમાં સાત રાજ્યોમાં પુર અન્ો ભારે વરસાદૃથી પરેશાની થઇ છે. આમાં હજુ સુધી ૭૭૪ લોકોના મોત થયા છે. ૧૬ રાજ્યોમાં પુરન્ો લઇન્ો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉત્તરપ્રદૃેશ, હિમાચલપ્રદૃેશ, ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, તમિળનાડુ, તમિળનાડુ બંગાળ, આસામ, નાગાલેન્ડ અન્ો અરૂણાચલ પ્રદૃેશનો સમાવેશ થાય છે. કેરળમાં સૌથી વધુ ૧૮૭ લોકોના મોત થયા છે. દૃેશમાં મોનસ્ાૂનની વર્તમાન સિઝનમાં હજુ સુધી ૭૭૪થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. ગુજરાતમાં પણ ભારે વરસાદૃના પરિણામ સ્વરૂપ્ો બાવનથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. જે રાજ્યોમાં પુરની સ્થિતિ અન્ો ભારે વરસાદૃની સ્થિતિ રહી છે ત્ોમાં ઉત્તરપ્રદૃેશ, પશ્ર્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, નાગાલેન્ડનો સમાવેશ થાય છે. કેરળ અન્ો પશ્ર્ચિમ બંગાળમાં ૨૬થી વધુ લોકો હજુ લાપત્તા બન્ોલા છે. આંકડામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આસામમાં ન્ોશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ૧૫ ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગ્ોલી છે. એનડીઆરએફની એક ટીમમાં ૪૫થી વધુ કર્મચારીઓ હોય છે. એનડીઆરએફની આઠ ટીમો ઉત્તરપ્રદૃેશમાં, આઠ ટીમો પશ્ર્ચિમ બંગાળમાં, સાત ટીમો ગુજરાતમાં, ચાર ટીમો કેરળમાં, ચાર ટીમો મહારાષ્ટ્રમાં અન્ો એક ટીમ નાગાલેન્ડમાં લાગ્ોલી છે.