ટેટ પરિક્ષાનું પેપર ફૂટ્યું હતું: રૂા.2.50 કરોડનાં સોદા!

બાયડ તા.13
28મીએ પુરી થયેલી ટેટની પરીક્ષા અગાઉ જ તેનું પેપર ફૂટી ગયુ હોવાનું બહાર આવ્યુ છે. એક ઉમેદવાર પાસેથી બાયડ તાલુકાના ત્રણ શિક્ષકો દ્વારા ચિલોડાની એક હોટલમાં બોલાવી પેપરના રૂ.5 થી 7 લાખ લઇ 48 ઉમેદવારોને પેપર વહેંચણી કરાઇ હોવાની ચર્ચાઓએજોર પડક્યુ છે. આ કૌભાંડ બહાર આવતાં જ ત્રણેય શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સમગ્ર રાજ્યમાં એક તરફ તલાટી કાંડની શાહી હજુ સુકાઇ નથી.ત્યારે ટેટ પેપર કાંડ બહાર આવ્યું છે. 28 જુલાઇના રોજ લેવાયેલ ટેટની પરીક્ષાનું પેપર અગાઉથી જ ફૂટી જઇ બહાર આવી ગયું હતું.આ પેપરો ફોડવામાં બાયડના શિક્ષકો હોવાનું ચર્ચા થઇ રહી છે.
કૌભાંડકારોએ 48 જેટલા ઉમેદવારોને ચિલોડા નજીકની હોટલ તથા અન્ય સ્થળોએ બોલાવી એક એક ઉમેદવારો પાસેથી રૂ.5 થી 7 લાખ ઉઘરાવ્યાનું બહાર આવ્યું છે. કૌભાંડના પગલે હોશિયાર વિદ્યાર્થીઓના ભાવિ ઉપર મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. જોકે, કૌભાંડ કરનાર ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને આવા કૌભાંડ પહેલા પણ કર્યા છે. ચર્ચાઓ વચ્ચે ત્રણેય શખ્સ ભૂર્ગભમાં ઉતરી ગયા હોવાનું બહાર આવ્યુ છે. ટેટ પેપર કાંડ એક તરફ અરવલ્લીમાં જોર સોરથી ચર્ચામાં ચાલી રહ્યું છે. ત્યારે કૌભાંડકારો ભુર્ગભમાં ઉતરી ગયા છે. નજીકના સમયમાં આ મામલે પોલીસ ફરિયાદ થાય તેવી શક્યાતોઓ ઉભી થઇ છે.
એક વિદ્યાર્થી પાસેથી રૂ.5 થી 7 લાખ મળી 48 વિદ્યાર્થીઓ પાસેથી લગભગ અઢી કરોડનો વેપલો થયો હોવાનું ચર્ચાય છે. તમામ કૌભાંડીઓને જેલના સળીયા પાછળ ધકેલવા માટે જાહેર હિતની અરજી પણ હાઇકોર્ટમાં અગામી સમયમાં થનાર હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે.
ટેટ પેપર કાંડમાં બાયડ તાલુકાનો શખ્સ તથા તેનો ભાણીઓ જે ચોઇલા નજીકના ગામમાં રહે છે તેઓની જોડીએ મોટું કૌભાંડ કર્યાનું ચર્ચામાં ઉઠ્યું છે. જેમની સાથે અન્ય એક શિક્ષક શખ્સ હોવાનું ખુલ્યુ છે.