રેલવેના ટાઇમ ટેબલ સહિત 15 ઓગષ્ટથી થશે 4 ફેરફાર

નવી દિલ્હી તા.13
15 ઓગષ્ટને જો દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ફક્ત તેની ઉજવણી કરવી અથવા વડાપ્રધાન મોદીના પાંચ વર્ષના કાર્યકાળના અંતિમ દિવસે દિલ્હીના લાલ કિલ્લા પરથી વડાપ્રધાનનુ વક્તવ્ય સાંભળવાનુ વિચારી રહ્યા છો તો તેવુ કંઈ નથી. 15મી ઓગષ્ટે તમારા જીવનમાં મહત્વના ચાર ફેરફાર થવા જઈ રહ્યાં છે, આખા વર્ષ દરમ્યાન તેની અસર તમારી પર પડવાની સંભાવના છે.
જેમકે 14-15મી ઓગષ્ટ રાત્રે 12 વાગ્યે બદલાશે. ત્યારથી તમારા જીવનમાં પરિવર્તન થવાનુ શરૂ થઈ જશે. આ ફેરફારમાં રોજગારી સાથે જોડાયેલા કેટલાંક કામ છે, જેની અસર તમને પડશે. મધ્ય રાત્રિએ બે સૌથી મોટા ફેરફાર થશે, જેમાં રેલવેની સમયસારિણીમાં પરિવર્તન અને જીયોનો નવો ફીચર ફોન અને ગીગાફાઈબર માટે રજીસ્ટ્રેશન. ત્યારબાદ સવાર થતાં અન્ય કાર્ય થશે.
15મી ઓગષ્ટથી સમગ્ર દેશમાં રેલવેનુ નવુ સમયપત્રક લાગુ થશે. સામાન્ય રીતે રેલવેનુ સમયપત્રક 1 જૂલાઈથી લાગુ થાય છે, પરંતુ આ વખતે તે 15 ઓગષ્ટથી લાગુ થશે. રેલવેનુ નવુ સમયપત્રક આવવાથી કેટલીક ટ્રેનો મોડી ચાલશે તો કેટલીક જલ્દી અંતિમ સ્ટેશન પર પહોંચી જશે. આ સમયપત્રકની માહિતી રેલવેની ટ્રેન્સ એટ એ ગ્લાસમાં છપાશે.
રિલાયન્સ જીયો ચાલુ વર્ષે ફરી વખત ધમાલ કરવાની દિશામાં છે. રીલાયન્સ જીયોના ડીટીએચ માર્કેટમાં પ્રવેશને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે. જીયો પોતાની ગીગાફાઈબર સર્વિસને લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેમાં એક જ ક્નેક્શનથી લોકોને લેન્ડલાઈન ફોન, બ્રોડબેન્ડ અને ડીટીએચની સેવા મળશે. ગ્રાહકોને વેબસાઈટ અને માયજીયો એપ માટે રજીસ્ટ્રેશન કરવુ પડશે.
જીયો 15 ઓગષ્ટથી જ સમગ્ર દેશમાં વધુ એક ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ પોતાના નવા ફોનની કિંમત 2999 રૂપિયા રાખી છે. જેમાં ફેસબુક, વ્હોટ્સએપ અને યુ-ટ્યુબની સુવિધા મળશે. આ સાથે વર્તમાન જીયો ફોનમાં પણ આ સેવાઓને અપડેટ કરાશે.
15 ઓગષ્ટથી ઈ-કોમર્સ માર્કેટમાં પણ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. એમેઝોનના પ્રાઈમ સર્વિસને ટક્કર આપવા માટે ફ્લિપકાર્ટ પોતાની નવી સેવા ફ્લિપકાર્ટ પ્લસને શરૂ કરવા જઈ રહીં છે. જ્યાં એમેઝોન તેના માટે પૈસા કાપે છે, તો ફ્લિપકાર્ટ તેના માટે ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલશે નહીં. વેબસાઈટ પર સામાન ખરીદવાથી ગ્રાહકોને પોઈન્ટ્સ મળશે.