વિન્ડીઝ સામેની પેટીએમ ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમ જાહેર

  • વિન્ડીઝ સામેની પેટીએમ ટેસ્ટ  સીરીઝ માટે ભારતીય ટીમ જાહેર
    વિન્ડીઝ સામેની પેટીએમ ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમ જાહેર

રાજકોટ તા.29
વિન્ડીઝ સામેના આગામી પેટીએમ ટેસ્ટ સીરીઝના બે મેચ માટે ઓલ ઇન્ડિયા સિનિયર સિલેકશન કમિટીએ ભારતીય ટીમનાં ખેલાડીઓની પસંદગી
કરી છે.
આ સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ તા.4 થી 8 ઓકટોમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સ્ટેન્ડિયમ, રાજકોટ ખાતે ખેલાશે જ્યારે બીજી ટેસ્ટ મેચ 1ર થી 16 ઓકટોમ્બર દરમિયા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદ્રાબાદ ખાતે રમાશે.
ભારતીય ટીમમાં વિરાટ કોહલી (કેપ્ટન), કે.એલ.રાહુલ, પૃથ્વી શો, મયંક અગ્રવાલ, ચેતેશ્ર્વર પુજારા, અજિંકય રહાણે,(વાઇસ કેપ્ટન) હનુમા વિહારો, રિસભ પંત (વિકેટ કિપર), આર.અશ્ર્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુરનો સમાવેશ થાય છે.
જ્યારે તાજેતરના કાર્યભારના કારણે જશપ્રેત બુમરાહ અને ભુવનેશ્ર્વર કુમારને આરામ અપાયો છે. તો દશાંત શર્મા અને હાર્દિક પંડ્યાને તેને થયેલી ઇજાના કારણે લેવામાં નથી આવ્યા.