133 બેંક ખાતેદારોને ભોગ બનાવનારા બે ઝડપાયા

જુનાગઢ તા.29
જુનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં એટીએમ કલોનીંગથી બેંક ખાતેદારોના ખાતામાં પડેલ રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી કે ઉપાડી લેવાના નોંધાયેલ અનેક બનાવોમાં આરોપીઓ સુધી પહોચવામાં જુનાગઢ પોલીસને સફળતા મળી છે અને આવા ફ્રોડ કરનાર શખ્સને દહેરાદુનથી ઝબ્બે કર્યા બાદ તેના અન્ય એક સાથીને માણસામાંથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢમાં છેલ્લા ઘણા સમયથી બેંક ખાતા ધારકોનાં ખાતામાંથી ઓટીપી કે એટીએમ નંબર વગર લાખો રૂપિયાના ફ્રોડ કરી મોટી રકમ ટ્રાન્સફર તથા રોકડા ઉપાડી લેવાના બનાવો પોલીસ દફતરે નોંધાયા બાદ જુનાગઢમાં તાજેતરમાં જ નિયુકત થયેલ આઇ.જી. સુભાષ ત્રિવેદીની સુચનાથી જીલ્લા પોલીસ વડા સૌરભ સિંધના માર્ગદર્શન નીચે જુનાગઢ એસઓજીએ તપાસ આદરી હતી અને ફ્રોડનું પગેરુ હરીયાણા સુધી પહોચતું હોવાનું જુનાગઢ પોલીસે કડી એકત્ર કરી હતી.
દરમિયાન જુનાગઢ એસઓજી ઇ.ચા. પી.આઇ. વાળા તથા તેમના સ્ટાફે હરીયાણાના સોનીપાત જીલ્લામાં પહોચ્યો હતો અને બાદમાં ઉતરાખંડના દહેરાદુન ખાતે રહેતા આ ફ્રોડ કેઇસોના માસ્ટર માઇન્ડ સંદીપ રાજેન્દ્ર કૌશિક (ઉ.વ.30) ને એટીએમ કલોનીંગમાં વપરાતી સાધન સામગ્રી ઇલેકટ્રોનીકસ ઉપકરણો, લેપટોપ: સ્કીમર, નકલી એટીએમ નં. 33 કાર્ડ, બેન્કની 3 પાસ બુકો આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ તથા રૂા 9,49,500 સાથે પકડી પાડી દહેરાદુન વસંત વિકાર પોલીસ સ્ટેશનમાંથી અટક કરી જુનાગઢ લવાયો હતો અને તેની પુછપરછ હાથ ધરતાં આ કામમાં મુળી હરીયાણાના સોનીપાત અને હાલ ગાંધીનગરના માણસા ખાતે રહેતા તેના મીત્ર શાન્તનુ વિક્રમ અજય શર્માનું નામ ખુલવા પામ્યું હતું.
દરમિયાન જુનાગઢ પોલીસે માણસાથી શાન્તનું શર્માને પણ પકડી પાડી ઝીણવટ ભરી પુછપરછ હાથ કરતા બન્ને શખ્સોએ એટીએમ કલોનીગ કરી એટીએમના ડેટા કોપી કરી કલોનીંગ કરાયેલના ખાતા ચેક કરી રૂા 40 હજારથી ઉ5ર રકમ હોય તો પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી રોકડા ઉપાડી લેતા હતા. તથા ખાતા ધારકોના એટીએમ ડેટા કલોનીંગ કરી ડેટાની કોપી કરી એટીએમ ધારક જયારે મશીનનો ઉપયોગ કરતા હોય ત્યારે પાસે ઉભા રહી પાસવર્ડ મેળવી લીધા બાદ પોતાની કારીગરી કરી ખાતા ધારકોના ખાતામાંથી રકમ ઉસેડી લેતા હતા.
આજે જીલ્લા પોલીસ વડા સૌરભ સિંધે પત્રકારોને માહીતી આપતા જણાવ્યું હતું કે આ શખ્સો પાસથે 133 એટીએમ કાર્ડ પણ મળી આવ્યા છે. જેમાંથી 19માં ફ્રોડ કરી કલોનીંગ કરેલા ડેટા સેવ છે. જયારે 114 એટીએમ કાર્ડ બ્લેન્ક મળી આવેલ છે. આ ઉપરાંત આ શખ્સોએ જુનાગઢના 30, કલોલના પ0, વિસનગરના રપ, છાપીના 4, રાજકોટના 4, સુ.નગરના 10, તળાજાના 10, પાલીતાણાના એટીએમ કાર્ડ ધારકોના એટીએમ કલોનીંગ કરી ડેટા કોપી કરી હોવાનું પણ ખુલવા પામેલ છે.