ગુજરાતમાં તા.1 ઓકટો.થી ઈ-વે બિલ ફરજિયાત

  • ગુજરાતમાં તા.1 ઓકટો.થી ઈ-વે બિલ ફરજિયાત
    ગુજરાતમાં તા.1 ઓકટો.થી ઈ-વે બિલ ફરજિયાત

ગાંધીનગર, તા.22
ગુજરાતમાં તા. 1-10-18 થી 50,000 રૂા.થી વધુ કિંમતના માલસામાનની હેરફેર માટે જીએસટી ધારા હેઠળ ઈ-વે બિલનો અમલ ફરજિયાત બનશે. જોકે, એક જ શહેરમાં માલસામાનની હેરફેરને ઈ-વે બિલમાંથી મુક્તિ આપવામાં આવી છે. જીએસટીના નિયમ 138 (14)/ 13-12 હેઠળ સ્ટેટ ટેક્સ કમિશનર તથા સેન્ટ્રલ ટેક્સ ચીફ કમિશનરે બહાર પાડેલા અધિકૃત જાહેરનામા મુજબ માલસામાનની હેરફેર સંદર્ભે એક શહેરથી બીજા શહેર અને એક રાજ્યથી બીજા રાજ્યમાં માલસામાનની હેરફેર માટે ઈ-વે બિલનો અમલ કરવાનો રહેશે. માલસામાનની હેરફેર સાથે સંલગ્ન વ્યક્તિએ તેની સાથે ઈ-વે બિલ રાખવું જરૂરી નથી, પરંતુ સામાનને લગતા દસ્તાવેજ જેવા કે ટેક્સ ઈનવોઈસ, ડિલિવરી ચલણ, સપ્લાય બિલ, એન્ટ્રી બિલ સાથે રાખવા જરૂરી બનશે.