ભારત માટે ગૂડ ન્યૂઝ: શિન્જો આબે જાપાનના ફરીવાર પીએમ

  • ભારત માટે ગૂડ ન્યૂઝ: શિન્જો આબે જાપાનના ફરીવાર પીએમ
    ભારત માટે ગૂડ ન્યૂઝ: શિન્જો આબે જાપાનના ફરીવાર પીએમ

નવીદિલ્હી તા.20
જાપાનના વડાપ્રધાન શિન્જો આબેને ફરીવાર સત્તારૂઢ પાર્ટીના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જાપાનમાં કરવામાં આવેલી ચૂંટણીમાં શિન્જો આબેને જીત મળી છે. જેથી તેઓ જાપાનમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન બનનારા શખ્સ બની જવા જઈ રહ્યા છે.
આબેએ પોતાના પ્રતિસ્પર્ધી અને પૂર્વ સંરક્ષણ પ્રધાન શિગેરૂ ઈશિબાને ચૂંટણીમાં હરાવ્યા છે. ચૂંટણીમાં આબેને 807 મતમાંથી 553 મત મળ્યા છે. આબેને લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના 402 એમપીમાંથી 329 એમપીના વોટ મળ્યા છે.
આબેને મળેલી જીત બાદ તેઓ દુનિયાની ત્રીજા નંબરની સૌથી મોટી ઈકોનોમીની કમાન સંભાળવા માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ ઓક્ટોબર માસમાં પોતાની કેબિનેટનું વિસ્તરણ કરશે. આબેને જાપાનની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ઓળખવામાં આવે છે.
ભારત માટે સૌથી મોટી ખુશખબર એટલા માટે માનવામાં આવી રહી છે કારણ કે, શિન્જો આબેના વખતમાં જ ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કાર્ય આરંભાયું હતું. ત્યારે જો સત્તામાંથી શિન્જો ખસી જાત તો પછી બુલેટ ટ્રેનનું કામ અટકી પડવાની સંભાવના હતી, પરંતુ શિન્જો આબેની જીત સાથે હવે ભારત માટે અર્થવ્યવસ્થા અને વિકાસના દ્વારા ખુલી ગયા છે.