વિમાન અકસ્માતો પાછળ પાઇલોટનું સોશિયલ મીડિયા વળગણ જવાબદાર

  • વિમાન અકસ્માતો પાછળ પાઇલોટનું સોશિયલ મીડિયા વળગણ જવાબદાર
    વિમાન અકસ્માતો પાછળ પાઇલોટનું સોશિયલ મીડિયા વળગણ જવાબદાર

નવીદિલ્હી, તા.15
સોશિયલ મીડિયાનું વળગણ ભારતીય એરફોર્સના પાયલોટોના પર્ફોર્મન્સ પર પણ અસર પહોંચાડી રહ્યું છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક સર્વે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ઉંઘ પુરી ન થઈ શકવાના કારણે અને શારીરીય રૂટીન યોગ્ય ન હોવાના કારણે એર ક્રુ થાક અનુંભવે છે અને તેના કારણે પાયલોટની સુરક્ષા પર અસર પડી રહી છે.
એમાંય હવે સોશિયલ મીડિયાનું પરિબળ પણ પાઈલોટના થાક માટે કારણભૂત ઠર્યુ છે.
બેંગલુરૂના ઈન્સ્તિટ્યૂટ ઓઅફ એરોસ્પેસ મેડિસિનમાં કરવામાં આવેલા સર્વેમાં શામેલ મોટા ભાગના પાયલોટોએ કહ્યું છે કે, તે બપોરે વધારે ઉંઘ લે છે અને રાતની લાંબી ઉંઘ કાં તો વીક એન્ડ અથવા તો રજાઓના દિવસોમાં જ લે છે. ટેલર એંડ ફ્રાંસિસ ગ્રુપના સર્વેમાં શામેલ 83 પાયલોટોમાંથી એક તૃતિયાંસ લોકોએ કહ્યું છે કે, તે 1 થી બે કલાક ઓછી ઉંઘ લીધા બાદ પણ પીક અવર્સમાં કામ કરી શકે છે. આટલા જ પાયલોટોનું કહેવું છે કે, અપૂરતી ઉંઘના કારણે તે ઘણી વાર કોકપિટમાં સુસ્તી અનુંભવે છે. અપૂરતી ઉંઘના કારણે એરક્રૂનું ધ્યાન કેન્દ્રીત થતું નથી. રિએક્શન ટાઈમ વધી જાય છે અને એરક્રાફ્ટ સંભાળવું મુશ્કેલ બની જાય છે. સિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આવી પરિસ્થિતિમાં પાયલોટ અને અન્ય ક્રૂ મેંબર્સ ચા કે કોફીની મદદથી કામ કરવાનો પ્રયાસ કરે છે.
આ ઉપરાંત ભારતીય વાયુસેનાના ફાઈટર જેટની દુર્ઘટનાને લઈને વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. દુર્ઘટનાઓ પાછળ તેમણે સોશિયલ મીડિયાને જવાબદાર ઠેરવ્યું છે. વાયુસેના પ્રમુખે શુક્રવારે કહ્યું કે રાતે અનેક કલાકો સુધી સોશિયલ મીડિયા પર સમય વિતાવવાના કારણે વાયુસેનાના પાઈલટ્સ ઊંઘ પૂરી કરી શકતા નથી. તેમણે એક એવી સિસ્ટમની વકિલાત કરી કે જેનાથી પાઈલટ્સની ઊંઘ પૂરી થઈ છે કે નહીં તે જાણી શકાય.
એર ચીફ માર્શલ ધનોઆ અહીં ઈન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિનના 57માં સંમેલનમાં ઉપસ્થિત હતાં. તેમણે કહ્યું કે બધા મોડી રાત સુધી અનેક કલાકો સોશિયલ મીડિયા પર સમય પસાર કરતા જોવા મળે છે. અનેકવાર ઉડાણ પહેલાની બ્રિફિંગ સવારે 6 વાગે થતી હોય છે અને ત્યાં સુધી પાઈલટ્સની ઊંઘ પૂરી થઈ હોતી નથી.