દિલ્હીમાં PM મોદીનો જ કાફલો ટ્રાફીકમાં ફસાયો

નવી દિલ્હી તા.15
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્વછતા જ સેવા આંદોલનની શરૂઆત કર્યા બાદ દિલ્હીના પહાડગંજ સ્થિત બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હાયર સેક્ધડરી સ્કૂલમાં પહોંચ્યાં. આ દરમિયાન તેમનો સિક્યોરિટી રૂટ નક્કી કરાયો નહતો. જેના કારણે તેઓ ટ્રાફિકજામમાં ફસાઈ ગયાં. સ્કૂલ પહોંચીને પીએમ મોદીએ ત્યાં ઝાડૂ લગાવીને સ્વચ્છતા અભિયાનને આગળ વધાર્યું.
આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ હતાં. બાળકોએ તેમની સાથે વાતચીત પણ કરી અને પીએમ મોદીએ તેમને સ્વચ્છતા માટે પ્રેરિત પણ કર્યાં. અત્રે જણાવવાનું કે આજે સવારે પીએમ મોદીએ એક કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા જ સેવા આંદોલનની શરૂઆત કરી. ત્યારબાદ તેઓ દિલ્હીની પહાડગંજ સ્થિત સરકારી શાળામાં ગયાં. આજે સવારે 9.30 વાગે સ્વચ્છતા જ સેવા આંદોલનની શરૂઆત કર્યા બાદ દેશને કરેલા સંબોધનમાં તેમણે સ્વચ્છતાના ક્ષેત્રમાં કરાયેલા સરકારી પ્રયત્નો અંગે જાણકારી આપી. તેમણે કાર્યક્રમમાં કહ્યું કે સ્વચ્છતા એક આદત છે. બધાએ તેને પોતાના સ્વભાવમાં સામેલ કરાવી જોઈએ. આ સાથે જ તેમણે લોકોને અપીલ કરી કે તમામે મળીને આ અભિયાનને આગળ વધારવું જોઈએ.
તેમણે કહ્યું કે ફક્ત શૌચાલય બનાવવાથી જ ભારત સ્વચ્છ બની જશે, એવું નથી. ટોઈલેટની સુવિધા આપવી, ડસ્ટબીનની સુવિધા આપવી, કચરાના નિકાલ માટેની વ્યવસ્થા કરવી, આ બધા એક માધ્યમ છે.