‘નર્મદા’માં યોજાશે DGP કોન્ફરન્સ, મોદી આવશે

અમદાવાદ, તા.15
ગુજરાતમાં ફરી એકવાર ઉૠઙ કોન્ફરન્સ યોજાશે. આગાઉ પણ ગુજરાતમાં કચ્છના ધોરડો ખાતે તમામ રાજ્યોના ઉૠઙની કોન્ફરન્સ યોજાઇ હતી. આ વખતે પણ ગુજરાતના નર્મદા ટેન્ટસિટી ખાતે આ કોન્ફરન્સ યોજાશે. જ્યારે આ વખતે પણ ઉૠઙની કોન્ફરન્સ યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગૃહપ્રધાન હાજરી આપશે. આ કોન્ફર્નસ નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાય તેવી શક્યતાઓ છે.આ કોન્ફરન્સ 2 દિવસ સુધી ચાલશે.
ગુજરાતમાં બીજી વાર ઉૠઙના કોન્ફરન્સ યોજાવાની છે. ત્યારે આ કોન્ફરન્સમાં દેશના તમામ રાજ્યોના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ જોડાશે. અને દેશની સુરક્ષાને લઇને ચર્ચાઓ કરવામાં આવશે. દેશમાં અલગ અલગ રાજ્યોમાં ગુન્હાહીત પ્રવૃતિઓને રોકવા માટે કેવા પ્રકારની કાર્ય કરવું તે અંગેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે.