ઝી ટીવી કી બેટી કી શાદી ! એવોર્ડ શોમાં પ્રથમવાર જોવા મળશે ખરા લગ્ન

  • ઝી ટીવી કી બેટી કી શાદી ! એવોર્ડ શોમાં પ્રથમવાર જોવા મળશે ખરા લગ્ન
    ઝી ટીવી કી બેટી કી શાદી ! એવોર્ડ શોમાં પ્રથમવાર જોવા મળશે ખરા લગ્ન

ઝી ટીવી ભારતીય સિનેમાના ઇતિહાસમાં પહેલી વાર એવોર્ડ-શોમાં રીયલ લાઇફ કપલનાં લગ્ન કરાવવા જઇ રહ્યું છે. બરેલીના એક કપલ પ્રિયા સિંહ અને સની કક્કરે ઝી ટીવીને વિનંતી કરી હતી કે તેમનું ફેવરીટ ઓનસ્ક્રીન કપલ અભિ અને પ્રગ્યા તેમનાં લગ્નમાં હાજરી આપે. 
અભિનું પાત્ર શબ્બીર આહલુવાલિયા અને પ્રગ્યાનું પાત્ર શ્રિતિ ઝા દ્વારા ભજવવામાં આવી રહ્યા છે. પ્રિયા અને સનીની સ્ટોરી અભિ અને પ્રગ્યા સાથે મળતી આવે છે. તેમણે ઝી ટીવીને લખેલા લેટરમાં તેમની સ્ટોરી પણ કહી હતી અને એથી જ ઝી ટીવીએ તેમનાં લગ્ન કરાવવાનો નિર્ણય લીધો છે. આ લગ્નને ‘ઝી ટીવી કી બેટી કી શાદી’ તરીકે ટીવી પર રજુ કરવામાં આવશે. આ પ્રોગ્રામને ઝી ટીવી પર દર વર્ષે આવતા ઝી રીશ્તે એવોડર્સ સાથે જોડવામાં આવશે. આ લગ્નમાં શબ્બીર અને શ્રિતિ તેમનાં માનેલા ભાઇ-બહેન તરીકે હાજરી આપશે અને ઝી ટીવીના અન્ય એકટર્સ તેમનાં લગ્નમાં સંબંધી તરીકે હાજરી આપશે. આ લગ્નમાં રોકા, બેચલર પાર્ટી, મહેંદી, સંગીત અને લગ્નની તમામ વિધિ કરવામાં આવશે અને એ પણ ઝી ટીવીના ખર્ચે.