‘પીઓ’પણ વ્યવસ્થિત જગ્યાએ: ભાજપ સાંસદ

  • ‘પીઓ’પણ વ્યવસ્થિત જગ્યાએ: ભાજપ સાંસદ
    ‘પીઓ’પણ વ્યવસ્થિત જગ્યાએ: ભાજપ સાંસદ

ભરૂચ, તા.15
આજે ભરૂચના સાંસદનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. સ્વચ્છતા અભિયાન દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ એક મોટો લોચો માર્યો હતો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો ભાગ બની કેમેરા સામે જ, પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ બોલતા વિવાદ સર્જાયો હતો.
આ ઘટનાને કારણે સાંસદ મનસુખ વસાવાના નિવેદનના કારણે વિવાદ વકર્યો છે. સાંસદના આવા નિવેદનથી એવું લાગી રહ્યું છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ દારૂનું વેચાણ થઈને ખુલ્લેઆમ દારૂ પીવાય છે. છતાં તંત્ર કે સરકાર કોઈ પગલાં લેતી નથી.
ભરૂચમાં આજે સ્વચ્છતા અભિયાન દરમિયાન સાંસદ મનસુખ વસાવા પણ જોડાયા હતા. જે દરમિયાન સફાઇ દરમિયાન તેમની હાથમાં દેશી દારૂની પોટલી આવતા મજાકના મુડમાં બોલ્યા કે પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ, આ વાક્ય બોલતા જ તેઓ કેમેરામાં કેદ થયા હતા. અને ત્યારબાદ ત્યાં બધાને ખબર પડી હતી કે આ નિવેદન કેમેરામાં કેદ થયું છે.