સત્તા, સંપત્તિ ત્યાગવા સહેલા નથી, મૃત્યુનો પડછાયો જ એને છોડાવી શકે !

  • સત્તા, સંપત્તિ ત્યાગવા સહેલા નથી, મૃત્યુનો પડછાયો જ એને છોડાવી શકે !
    સત્તા, સંપત્તિ ત્યાગવા સહેલા નથી, મૃત્યુનો પડછાયો જ એને છોડાવી શકે !

સંવત્સરી -મહાપર્વ દરમ્યાન મહામૂનિઓના જે વ્યાખ્યાનો, આપણા સમાજને સાંભળવા મળ્યા તેનો સારાંશ એ હતો કે, ‘દિલમાં દીવો કરો!’ કૂડાં કર્મો અને ક્રોધને પરહરો!’
સંવત્સરી પર્વની વિદાય વેળાએ જે પ્રછન્ન આજ્ઞા ઘોષિત કરવામાં આવી કે, ‘જે માતાએ તમને જન્મ દીધો છે તેને રોજ પ્રણામ કરો.
જે પિતાએ તમને પાળ્યા પોષ્યા, તેમને રોજ પ્રણામ કરો.
જે ગુરૂએ તમને જ્ઞાન આપ્યું છે. તેમને રોજ પ્રણામ કરો.
જે વડીલોએ તમને વિવેક શીખવ્યા છે તેમને રોજ પ્રણામ કરો.
જે સંતોએ તમને સદબોધ આપ્યો છે તેમને રોજ પ્રણામ કરો.
જે ઈશ્ર્વરે તમને અવતાર આપ્યો છે તેમને રોજ પ્રણામ કરો.
તું ચાહે તો સબ કુછ કર દે, વિષકો ભી અમૃત કર દે,
પૂરણ કર દે ઉસકી આશા, જોભી તેરા ધ્યાન ધરે!
તુંહી જલમે, તુહી થલમે, તુહી મનમેં, તુહી બનમેં
તું હર ગુલમેં, તું બુલબુલમેં, તું હર ડાલી કે હર પાતળમેં
તુંને રાજા, રંક બનાયા, તુંને ભિક્ષુક રાજ બીઠાયા
જૂઠે જગકી જૂઠી માયા, મૂરખ ઈસમેં કર્યું ભરમાય
કર કુછ જીવનકા કલ્યાણ
યે જંગ મંદિર આલીશાન..
આપણે સંવત્સરીના આ સાર અને એની આજ્ઞાનું ચિંતન કરીએ અને દિલમાં દીવા પ્રગટાવીને એનું પાલન કરીએ...
પરંતુ માનવજાત બદલાઈ છે એ સત્તા અને સંપત્તિને જ ભગવાન માનતો થઈ ગયો છે. એને માટે સત્તા અને સંપત્તિને ત્યાગવાનું ઘણે અંશે અશકય બન્યું છે! પણજી-ગોવાનો એક અહેવાલ દર્શાવે છે કે, સ્વાદુપિંડ સંબંધિત બીમારી સામે ઝઝુમી રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકર સારવાર માટે યુએસ જઇ શકે છે. સૂત્રોના મતે છેલ્લા 7 મહિનાથી આ બીમારીથી પરેશાન પારીકરે હંગામી ધોરણે મુખ્યમંત્રી પદ છોડવાની ઇચ્છા વ્યકત કરી છે. પારીકર 6 સપ્ટેમ્બરે જ અમેરીકાથી સારવાર કરાવીને પરત ફર્યા છે. બુધવારે જ પારીકરને કેંડોલિમની એક હોસ્પીટલમાં એડમીટ કરાયા હતા. સારવાર માટે અત્યાર સુધીમાં પારીકરને 3 વખત અમેરીકા જવું પડયું છે.
સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે મનોહર પારીકર આ વખતે સારવાર માટે ન્યુયોર્ક જવાના છે. ગોવાથી પારિકરને ચાર્ટર્ડ પ્લેન કરી નવી દિલ્હી ખાતેની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સતત મનોહર પારીકરના સંપર્કમાં છે. સૂત્રો પ્રમાણે શુક્રવારે અમિત શાહે મનોહર પારીકર સાથે વાત કરી છે, જે બાદ ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પારીકરના સ્થાને હંગામી વિકલ્પની શોધમાં છે. પાર્ટી વિજય પુરાણીકને નિરીક્ષક બનાવીને ગોવા મોકલી રહી છે. તેમની સાથે ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી બી.એલ.સંતોષ પણ ગોવા જઇ રહ્યા છે.
સૂત્રોના મતે આ બંને સિવાય કોઇ વરીષ્ઠ નેતા પણ ગોવા જાય તેવી સંભાવના છે. ગોવામાં ભાજપ સરકારની સહયોગી પાર્ટી મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના રામકૃષ્ણ ધવલીકરણને હંગામી ધોરણે મુખ્યમંત્રી પદ સોપવામાં આવશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી છે. પારીકર કેબીનેટમાં હાલ સૌથી વરીષ્ઠ મંત્રી રામકૃષ્ણ ધવલીકર જ છે.
ભાજપના એક અધિકારીએ જણાવ્યા કે હાલમાં ધવલીકરણને સીએમ પદનો ચાર્જ સોપાવા અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. પહેલા ભાજપના નિરીક્ષકો અહીંના ધારાસભ્યો અને સહયોગી પક્ષોના સભ્યોને મળશે ત્યારબાદ જ કોઇ નિર્ણય લેવાશે તો બીજી તરફ રામકૃષ્ણ ધવલીકરે કહ્યું કે મનોહર પારીકરે મને બોલાવ્યો હતો પરંતુ લીડરશીપ અંગે કોઇ ચર્ચા થઇ નથી. 6 સપ્ટેમ્બરે અમેરીકાથી પરત ફર્યા બાદ પારીકરે હજુ સીએમ ઓફીસ જોઇન નથી કરી.
આ બધું દર્શાવે છે કે, શ્રી પરિકરની બાબતમાં એ વાત સિદ્ધ થઈ છે કે, કેન્સરની બિમારી હોવા છતાં અને સારવાર માટે અમેરિકા-ભારત વચ્ચે આવજાવ કરી હોવા છતાં તેમણે મુખ્યમંત્રી, સત્તા અને સંપત્તિ ત્યાગવાની જાહેરાત કરી નહોતી. હવે અમેરિકામાં છેલ્લી સારવાર બાદ અને જીવનયાત્રા સમેટવાની ઘડી આવી ગઈ હોવાનો અભિપ્રાય જાણી લીધો તે પછી મુખ્યમંત્રીપદ, સત્તા અને સંપત્તિ-સમૃધ્ધિ છોડવાની જાહેરાત કરી છે. આવા સમયે પણ તેમના અનુગામી કોણ, એ વિષે રાજકીય કાવાદાવા થઈ રહ્યા છે.કેટલાક લોકો તેમની ચિરવિદાય બાદ શું શું કરવું એને લગતુ પ્લાનીંગ કર્યા વિના અને તેને સિધ્ધ કરવાની ભલામણ કર્યા વિના રહી શકતા નથી!
આવી ગતિવિધિને કોઈ રાજકીય બિમારી અને અજબ જેવી સંકુચિત માનસીકતા કહે તો નવાઈ નહિ! આવો મોહ મોક્ષ કયાંથી અપાવે, એવો પ્રશ્ર્ન ઉઠ્યા વિના રહેતો નથી. સંવત્સરી જેવા પર્વની આવશ્યકતા આ ઘટના ખૂલ્લી કરે છે!