શિક્ષણ વ્યવસ્થાથી રાજકીય હસ્તક્ષેપન્ો દૃૂર રાખવા જરૂર

અમદૃાવાદૃ,તા. ૧૫
દૃેશની ટોચની આઈટી કંપની ઈન્ફોસીસના સહ-સ્થાપક અને વર્તમાન એક્ઝિક્યુટિવ ચેરમેન એન.આર.નારાયણમૂર્તિએ આજે અમદૃાવાદૃ ખાતે યુવા સંશોધકો અને તેમના માર્ગદૃર્શકોને ઈનામ વિતરણના એક કાર્યક્રમમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત દૃેશને નોલેજ એટલે કે જ્ઞાન જ સમૃદ્ધ બનાવી શકે છે અને માત્ર રિસર્ચ એટલે કે સંશોધન થકી જ નોલેજ આવી શકે છે અને આપણા દૃેશની શિક્ષણ સંસ્થાઓમાં રિસર્ચ અને નોલેજના પાયગત સિદ્ધાંતોને સિદ્ધહસ્ત કરવા હોય તો આપણા દૃેશના શિક્ષણ અને શિક્ષણપ્રણાલિમાંથી રાજકીય હસ્તક્ષેપને દૃૂર કરવો જોઈએ. એટલું જ નહીં, આપણા શિક્ષણમાં કોઈ રાજકીય વિચારધારાને પણ ઘૂસાડવી ન જોઈએ. શિક્ષણમાં રાજકીય હસ્તક્ષેપન્ો ત્ોમણે ગંભીર ખતરા સમાન ગણાવ્યો હતો. અમદૃાવાદૃ ખાત્ો એક ખાનગી ફાર્મા કંપની, ટ્રોઈકા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા અપાતા ફાર્મઈનોવા એવોર્ડના વિતરણ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે વક્તવ્ય આપતા નારાયણ મૂર્તિએ ભારતીય શિક્ષણની હાલ વિશ્ર્વની તુલનામાં પછાત સ્થિતિ અને અવદૃશા વિશે જણાવ્યું હતું કે, આજે વિશ્ર્વની ટોચની ૩૦૦ યુનિવર્સિટીઓ કે શિક્ષણ સંસ્થાઓમાં એકેય ભારતીય નથી અને આ બાબત આપણા માટે અત્યંત દૃુ:ખદૃ છે. શિક્ષણનું મહત્ત્વ સમજીને તેમાં જ્ઞાન અને સંશોધન એટલે કે નોલેજ અને રિસર્ચને અંગીભૂત કરવાને બદૃલે આપણે આડા-અવળા વળાંકો પર ફંટાયા કરીએ છીએ. પોતાની સ્થિતિ સુધારવાને બદૃલે આપણે ઊલટાનું આ વિશ્ર્વની ટોચની શિક્ષણ સંસ્થાઓની પસંદૃગી માટેના માપદૃંડો પર દૃોષારોપણ કરીએ છીએ અને એવી દૃલીલ કરીએ છીએ કે આ માપદૃંડો અમને સ્વીકાર્ય નથી. પરંતુ સત્ય તો એ છે કે આપણે આજે નહીં તો કાલે, તે માપદૃંડોને સ્વીકારવા પડશે