સરદાર પટેલ ગ્રૃપને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા અપીલ

  • સરદાર પટેલ ગ્રૃપને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા અપીલ
    સરદાર પટેલ ગ્રૃપને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા અપીલ

રાજકોટ, તા.15
પાટીદારોની વિવિધ માંગણીઓ સબબ સરકારને 72 કલાકના અલ્ટીમેટમ આપનારા સરદાર પટેલ ગૃપ (એસપીજી)ને 10 દિવસ શાંતિ જાળવવા સિદસર સ્થિત ઉમિયાધામના પ્રમુખ જેરામભાઇ વાસજળિયા (જેરામ બાપા) એ આજે અપીલ કરી હતી.
રાજકોટ ખાતે પત્રકાર પરિષદ બોલાવી જેરામ બાપાએ કહ્યું હતું કે પાટીદાર સમાજને સ્પર્શતા તમામ પ્રશ્નો માટે સમાજની ધાર્મિક સામાજીક 6 સંસ્થાઓ સરકાર સાથે વાટાઘાટો કરવા તૈયાર છે અને સુખાંત આવે તેવા પ્રયાસો કરવા તૈયાર છે અને સુખાંત આવે તેવા પ્રયાસો કરશે. તેમણે ઉમેર્યુ હતું કે અમુક મુદ્ા બંધારણિય હોઇ તત્કાલ નિકાલ સંભવ નથી, તેથી અલ્ટીમેટમની ટૂંકી અવધિમાં તેનો નિવેડો શક્ય નથી. આ સંજોગોમાં જો આંદોલન ન કરવામાં આવે તો રાજ્યન શાંતિ અને કાયદો-વ્યવસ્થા ખોરવાઇ શકે તેમજ તેનો અપયશ પાટીદાર સમાજને મળે, જે યોગ્ય નથી. માટે તેમણે 10 દિવસ ધીરજ ધરવા એસપીજીને અપીલ કરી હતી. આગામી સમયમાં 6 સંસ્થાવતિ રાજ્ય સરકારને માંગણીઓ સંદર્ભે રજૂઆત કરાશે.
હાર્દિક પટેલના ધરણાં બાદ એસપીજી દ્વારા અલ્ટીમેટમ અપાતા પાટીદાર સમાજ અને સરકારના પેટમાં ફરી પાણી રેડાયું છે. સિદ્સર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયાએ જણાવ્યું હતું કે ગુજરાતની છ સંસ્થાવતી લાલજી પટેલને સંબોધીને જણાવ્યું હતું કે ગુજરાતની શાંતિ ન ડહોળાય. વાતાવરણ ન બગડે તે માટે 10 દિવસ રાહ જોવા જણાવ્યું હતું. હાલ સી.કે. પટેલ અને નરેશ પટેલ વિદેશ હોવાથી ચર્ચા થઇ શકી નથી. સરકારને રજૂઆત કરવા જણાવ્યું છે. કોઇ પણ જાતના કાર્યક્રમ ન કરવા અપીલ કરી છે.