ભારત-અમેરિકાની મંત્રણાથી પાક. ખફા


ઈસ્લામાબાદ, તા.13
ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં જ 2+2 બેઠક યોજાઈ ગઈ. બેઠકમાં બંને દેશોએ આતંકવાદને લઈને પાકિસ્તાનનો ઉધડો લીધો હતો. જેથી પાકિસ્તાન ગિન્નાયું છે. પાકિસ્તાનના વિદેશમંત્રાલયે આ આરોપોનું ખંડન કરેલ છે. કોઈ દ્વિપક્ષીય વાતચીતના ઔપચારીક દસ્તાવેજોમાં ત્રીજા દેશનો ઉલ્લેખ કરી તેના પર આરોપ લગાવવો એ રાજનૈતિક માપદંડોની વિરૂદ્ધ છે તેમ જણાવી પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે સાપ્તાહિત વાતચીતમાં ભારત અને અમેરિકાના
સંયુક્ત નિવેદનમાં લગાવવામાં આવેલા આરોપોને નિરાધાર ગણાવતા કહ્યું હતું કે, આ મામલે પાકિતાનના વલણથી અમેરિકાને માહિતગાર કરી દેવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, કોઈ ત્રીજા દેશ પર બિનજવાબદાર આરોપનો ઉલ્લેખ રાજનતિક માપદંડોની વિરૂદ્ધ છે. મુંબઈ હુમલાની ટ્રાયલ હજી પાકિસ્તાનની આતંક વિરોધી અદાલતમાં ચાલી રહી છે અને કાયદો તેનું કામ કરશે.