નરોડાના સામૂહિક આપઘાત કેસમાં સુસાઈડ નોટમાં ‘હોરર’ ખુલાસો

  • નરોડાના સામૂહિક આપઘાત કેસમાં સુસાઈડ નોટમાં ‘હોરર’ ખુલાસો
    નરોડાના સામૂહિક આપઘાત કેસમાં સુસાઈડ નોટમાં ‘હોરર’ ખુલાસો

અમદૃાવાદૃ,તા. ૧૩
નરોડામાં કોસ્મેટિકના વેપારી કૃણાલ ત્રિવેદૃીએ પત્ની કવિતા અને દૃીકરી શ્રીન સાથે આપઘાત કરવાની ઘટનાને પગલે શહેરભરમાં ભારે ચકચાર મચી ગઇ છે ત્યારે આ કેસમાં ગઇકાલે વેપારી કૃણાલ ત્રિવેદૃીની ત્રણ પાનાની સ્યુસાઇડ નોટમાં કાળીવિદ્યાનું કારણ સામે આવ્યું હતું, જેન્ો લઇ પોલીસ્ો તપાસ આરંભી હતી ત્યાં આજે કૃણાલની પત્ની કવિતાએ પણ મરતાં પહેલાં લખેલી સ્યુસાઇડ નોટ પણ પોલીસના હાથે લાગી હતી, જેમાં ત્ોની પત્નીએ એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે, કૃણાલની પ્ાૂર્વ પ્રેમિકાનો આત્મા હેરાન કરતી હતી. આમ આ સામૂહિક આત્મહત્યા કેસમાં આજે નવો વળાંક આવતાં હજુ આ કેસમાં રહસ્યના અન્ોક તાણાવાણાં સર્જાયેલા છે. આ મામલે કૃણાલના સંબંધીઓએ પોલીસને જણાવ્યા મુજબ, લગ્ન પહેલા કૃણાલ એક યુવતીના પ્રેમમાં હતો, પરંતુ પારીવારિક કારણોસર તેમના લગ્ન થઈ શક્યા નહોતા. ત્યાર બાદૃ તેની પૂર્વ પ્રેમિકાએ આત્મહત્યા કરી લેતા તેની આત્મા કૃણાલના પરિવારને હેરાન કરતી હોવાની આશંકા હતી. કવિતા સુસાઈડ નોટમાં લખ્યું હતું કે,ના તો તે મારવા માગતી હતી કે ના તો જીવવા દૃેવા માગતી હતી. આથી ખૂબ વિચાર્યા બાદૃ આ પગલું ભરી રહૃાા છીએ.
આમ કૃણાલની પત્નીની સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયેલી ચોંકાવનારી હકીકતો બાદૃ હવે કેસમાં નવો જ વળાંક આવ્યો છે, ત્ોથી પોલીસ્ો હવે આ દિૃશામાં પણ તપાસનો નવો દૃોર ચલાવ્યો છે.