ફરાર થતા પૂર્વે માલ્યા જેટલીને મળ્યા’તા !

  • ફરાર થતા પૂર્વે માલ્યા જેટલીને મળ્યા’તા !
    ફરાર થતા પૂર્વે માલ્યા જેટલીને મળ્યા’તા !

નવી દિલ્હી તા. 12
દારૂના વેપારી વિજય માલ્યાના પ્રત્યર્પણ મામલે ચાલી રહેલી સુનાવણી દરમિયાન માલ્યાએ એક સ્ટેટમેન્ટ આપીને ધમાકો કરી દીધો છે. માલ્યાએ કહ્યું કે, તે ભારત છોડતા પહેલા નાણામંત્રીને આવ્યો હતો. માલ્યાએ કહ્યું કે, તે સેટલમેન્ટને લઇને નાણામંત્રીને મળ્યો હતો, પરંતુ બેંકોએ મારા સેટલમેન્ટના પ્લાન સામે સવાલ ઉભા કર્યા માલ્યાએ કહ્યું કે, તે પોતાનું દેવું ચૂકવવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, લંડન સ્થિત વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં સુનાવણી દરમિયાન ભારતના અધિકારીઓએ મુંબઇથી આર્થર રોડ જેલમાં માલ્યાને રાખવા માટે તૈયાર સેલનો વીડિયો રજૂ કર્યા હતો.
કોર્ટમાં સુનાવણી બાદ પત્રકારોએ જ્યારે નાણામંત્રી સાથે મુલાકાતે લઇને સવાલ પૂછયો તો માલ્યાએ કહ્યું કે, તે આ મીટિંગ વિશે વિસ્તારથી જાણકારી નહીં આપી શકે. ઉલ્લેખનીય છે કે, જે સમયે માલ્યા દેશ છોડીને ગયો, એ સમયે અરૂણ જેટલી નાણામંત્રી હતા. વાતચીત દરમિયાન માલ્યાએ કહ્યું કે, તે કોર્ટમાં બતાવાયેલ જેલના વીડિયોને જોઇને પ્રભાવિત છે. માલ્યાએ કહ્યું કે પોતાના દેવાને સેટલ કરવા માટે તેમણે બેંકોને ઘણી વખત પત્ર લખ્યા હતા, પરંતુ બેંકોએે તેમના પત્રો પર સવાલ ઉભા કર્યા હતા.
માલ્યાએ કહ્યું કે,નિશ્ર્ચિત રીતે તેના પર જે આરોપ લાગ્યા છે, તેની સાથે તે સંમંત નથી. ત.ે ઉપરાંત આ અંગે કોર્ટ જ આખરી નિર્ણય કરશે. ઉલ્લેખીય છે કે, માલ્યાએ કહ્યું હતું કે, ભારતીય જેલની હાલત ઘણી ખરાબ છે, એટલે તેને ભારત સોંપવામાં ન આવે, પ્રત્યર્પણથી બચવા માટે માલ્યાની આ દલીલ બાદ
બ્રિટિશ કોટૈએ ભારતીય અધિકારીઓને જેલનો વિડિયો રજૂ કરવા કહ્યું હતું.
નાણામંત્રી અરૂણ જેટલીએ આ અ:ગ્ે બ્લોગ લખી માલ્યાની વાત ખોટી હોવાનું જણાવ્યું છે. જેટલીએ લખ્યું કે, વિજય માલ્યાએ કહ્યું છે કે, તે ભારત છોડતા પહેલા સેટલમેન્ટની ઓફર લઇને મને મળ્યા હતા. તથા કથિચત રીતે આ સ્ટેટમેન્ટ તદ્દન ખોટું છે 2014થી અત્યાર સુધી મેં માલ્યાને મુલાકાત માટે કોઇ અપોઇન્ટમેન્ટ નથી આપી, ત્યારે મને મળવાનો કોઇ સવાલ જ નથી ઉભો થતો.
જેટલીએ લખ્યું છે કે, જો કે, તે રાજ્યસભાના સભ્ય હતા અને કયારેક કયારેક સંદનમાં આવતા હતા. તે સંસદની કાર્યવાહી બાદ એક વખત ઔપાચરિક રીતે મારી રૂમમાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, હું સેટલમેન્ટ માટે એક ઓફર તૈયાર કરી
રહ્યો છું.
જેટલીએ લખ્યુ કે, આ વાતચીત આગળવધે તે પહેલા મેં તેમની ઓફર વિશે પણ જણાવ્યું કે, મે માલ્યાને કહ્યું કે, મારી સામે ઓફર મુકવાનો કોઇ અર્થ નથી, તેમણે આ વાત પોતાના બેંકો સામે મૂકવી જોઇએ. ત્યાં સુધી કે એ દરમિયાન તેમના હાથમાં જે પેપર હતા. તે પણ મેં ન હોતા લીધા
જેટલીએ કહ્યું કે, માલ્યાએ રાજ્યસભા સભ્ય તરીકે મુલાકાતનો ખોટો ફાયદો ઉઠાવ્યો અને મારા દ્વારા આ મામલે તેમને એપોઇમેન્ટ આપવાનો સવાલ જ નથી ઉભો થતો.